શોધખોળ કરો
ટ્રેનનાં ટૉયલેટમાં યુવતીએ હત્યા પહેલા બનાવ્યો વીડિયો, મતા-પિતાથી હતો ખતરો

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ઑનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં પોતાની મર્જીથી લગ્ન કરવાની ઇચ્છા રાખનારી યુવતીનું શંકાસ્પદ મોત થયું છે. પરિવારના લોકો યુવતીની ઇચ્છાથી નાખુશ હતા. એટલે યુવતીને પોતાના જ પરિવારથી ખતરો હતો.
યુવતીના પરિવાજનોએ મોતનું કારણ પેટનો દુખાવો જણાવ્યો હતો. પરંતુ એક વીડિયોએ ઑનર કિલિંગના રાજને ખોલી નાખ્યો છે. પરિવારના સભ્યો જ્યારે યુવતીને મુંબઇથી હાથરસ લઇ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં યુવતિએ ટ્રેનમાં ટૉયલેટમાં છુપાઇને વીડિયો બનાવી લીધો હતો. અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધી હતો.
યુવતીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, "હું ઇમારને પ્રેમમ કરુ છું. અને તેની સાથે નિકાહ કરવા માગુ છું, પરંતુ મારા માતા-પિતા, ભાઇ અને પરિવારના લોકો આના માટે રાજી નથી. તે મને મારી નાખવા માંગે છે. મને આ બધા લોકોથી ખતરો છે. જો મને કઇ થાય છે તો મારી મોતના જવાબદાર આ લોકો હશે."
પોલીસે વાયરલ થયેલા આ વીડિયોના આધારે યુવતીના માતા-પિતા અને ભાઇ સહિત કુલ 6 લોકો પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે. હાલમાં આ લોકો ફરાર છે. ASPએ જણાવ્યું છે કે, કુરેશી પરિવાર મુંબઇથી લાવીને પોતાની પુત્રીની હત્યા કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, યુવતીના મૃતદેહને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેના માટે પરમીશન માગવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
