શોધખોળ કરો
ગોવા સરકારનું આજે મંત્રિમંડળ વિસ્તરણ, કૉંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા MLAમાંથી ત્રણને મળી શકે છે મંત્રી પદ
કૉંગ્રેસના 15 ધારાસભ્યમાંથી 10 ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ હવે 17થી 27 થઈ ગયું છે.
![ગોવા સરકારનું આજે મંત્રિમંડળ વિસ્તરણ, કૉંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા MLAમાંથી ત્રણને મળી શકે છે મંત્રી પદ Goa Cabinet expansion today three rebel Congress MLAs likely to be inducted ગોવા સરકારનું આજે મંત્રિમંડળ વિસ્તરણ, કૉંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા MLAમાંથી ત્રણને મળી શકે છે મંત્રી પદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/13104231/goa-bjp-720.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પણજી: કૉંગ્રેસના 10 ધારાસભ્ય ભાજપમાં થયા બાદ ગોવા સરકાર આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. શપથગ્રહણ સમારોહ 3 વાગ્યે રાજભવનમાં થશે. ત્યારે સત્તારૂઢ ભાજપમાં સામેલ થનારા કૉંગ્રેસના ત્રણ નારાજ ધારાસભ્ય સહિત 4 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જીએફપીના ત્રણ ધારાસભ્ય અને અપક્ષના ધારાસભ્ય રોહન ખૂંટેને કેબિનેટમાંથી રાજીનામું આપવા કહ્યું છે.
સૂત્રો અનુસાર, વર્તમાન ડેપ્યૂટી સ્પીકર માઇકલ લોબો, ચંદ્રકાન્ત કવલેકર, બાબૂશ મોન્સેરાત અને ફિલિપ નેરી રોડ્રિગ્સને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ચંદ્રકાન્ત કવલેકરને ડેપ્યૂટી સીએમ બનાવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના 15 ધારાસભ્યમાંથી 10 ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપનું સંખ્યાબળ હવે 17થી 27 થઈ ગયું છે. હવે તેને ગોવા ફોરવર્ડ અને નિર્દલીય ધારાસભ્યની જરૂર નથી. જ્યારે એક અન્ય નિર્દલીય ધારાસભ્ય ગોવિંદ ગાવડેને મંત્રીમંડળમાંથી કાઢવામાં આવશે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં હવે ભાજપના 27, કૉંગ્રેસના 5, ગોવા ફોરવર્ડ પાર્ટીના 3, મગો પાર્ટીના 1, નિર્દલીય 3 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 1 ધારાસભ્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)