શોધખોળ કરો

Gopal Video Controversy : ગોપાલ ઇટાલિયા પર સ્મૃતિ ઇરાનીનો પલટવારઃ ગુજરાતના લોકો AAPને પાઠ ભણાવશે

પ્રધાનમંત્રી મોદી પરના ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની માતાનું અપમાન ગુજરાત સહન નહીં કરે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદી પરના ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની માતાનું અપમાન ગુજરાત સહન નહીં કરે. રાજકીય રીતે ચમકવા માટે આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીની માતાનું અપમાન કર્યું. ગુજરાતના લોકો આપને પાઠ ભણાવશે. આ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન છે. 

Gujarat Election : 'ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે;  ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી', રાજકોટ પહોંચેલા ઇટાલિયાનું નિવેદન

રાજકોટઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું હતું  કે, ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે. ભૂતકાળમાં પણ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી.

ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદે થી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વિડીયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.

ગોપાલ ઇટાલીયા એરપોર્ટ ખાતે પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આમદની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા એરપોર્ટ ખાતે. એરપોર્ટ ખાતે ભારત માતાકી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા. 
ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.

દિલ્લીમાં મહિલા આયોગમાં હાજરી પછી ગોપાલ ઇટાલિયા જશે ખોડલધામ

રાજકોટઃ  ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામની મુલાકાતે જઈ રહ્યા છે. ગઈ કાલે દિલ્લી ખાતે મહિલા આયોગમાં હાજર થયા પછી આજે તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી રહ્યા છે. તેઓ રાજકોટથી સીધી ખોડલધામ જશે. તેમના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર તેમને આવકારવા માટે મોટી સંખઅયામાં કાર્યકરો પહોંચ્યા છે.

રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને રાજકોટ ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર વસરામ સાગઠીયાએ હળવી પળો માણી હતી. એકબીજાની મજાક કરતા જોવા મળ્યા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ગોવિંદ પટેલ સહિતના નેતાઓ રાજકોટ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્વાગત કરવા પહોંચ્યા. તો બીજી બાજુ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના સ્વાગત માટે કાર્યકરો તલપાપડ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
Embed widget