શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનને લઈને સરકારની મોટી જાહેરાત, કહ્યું- માત્ર 15 દિવસમાં......
કૃષિમંત્રી આરસી ફળદુએ નુકસાનીનો સર્વે સત્વરે શરૂ કરવાના આદેશ આપ્યા છે.
અમદાવાદઃ ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં ભારે વરસાદને પગલે ખેતીને નુકસાન થયાનું રાજ્ય સરકારે માન્યું છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી 15 દિવસમાં નુકસાનીનો સર્વે કરી SDRF અનુસાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
કૃષિમંત્રી આરસી ફળદુએ નુકસાનીનો સર્વે સત્વરે શરૂ કરવાના આદેશ આપ્યા છે. જો કે ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘે કૃષિ મંત્રીની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય કિસાન સંઘે માગ કરી છે કે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના અંતર્ગત સર્વેમાં સમય વેડફ્યા સિવાય જ્યાં નુકસાન છે ત્યાં સીધી સહાય આપવી જોઈએ. કૉંગ્રેસે પણ સરકારની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે અને સરકારે જે વરસાદના ઈંચના નિયમો બનાવ્યા છે તેને બદલવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક વિસ્તારોમાં તો પાક બળી ગયો છે. જે મામલે હવે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી 15 દિવસમાં નુકસાનનો સર્વે કરવામાં આવશે અને SDRFના ધારા ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તો સરકાર સહાય કરશે.
કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે જે બે વર્ષથી ખોટ પુરી કરશે. રવિ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતો સારો પાક લઈ શકશે. 85 ટકાથી વધુ જળાશયોમાં જળસંગ્રહ થયો છે. પાણી સંગ્રહ થવાથી ધરતી રિચાર્જ થઈ ગઈ છે. જેથી ખેડૂતો આગામી સમયમાં સારો પાક લઈ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement