શોધખોળ કરો
Advertisement
વિજય માલ્યા, નીરવ મોદી સહિત 58 ભાગેડુઓને દેશ લાવવાનો પ્રયાસ કરી રહી છે સરકાર, સંસદમાં આપી જાણકારી
નવી દિલ્હીઃ વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી સહિત અનેક લોકો દેશમાં આર્થિક કૌભાંડ કર્યા બાદ દેશમાંથી ભાગી ગયા છે. વિપક્ષ એક તરફ આ મુદ્દાને લઇને સરકાર પર નિશાન સાધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતુ કે, તે 58 એવા આરોપીઓને દેશ પાછા લાવવાના પ્રયાસો કરી રહી છે જે વિદેશમાં રહે છે.
સરકારે બુધવારે લોકસભામાં જાણકારી આપી હતી કે તે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નીતિન અને ચેતન સંદેસરા, લલિત મોદી સહિત કુલ 58 એવા ભાગેડુઓને દેશ પાછા લાવવાના પ્રયાસો કરી રહી છે. જે અહીં કૌભાંડ કર્યા બાદ વિદેશ ભાગી ગયા છે અને ત્યાં રહે છે. ઇન્ટરપોલમાં રેડ કોર્નર નોટિસ અને વિવિધ દેશોમાં પ્રત્યાર્પણની અપીલ મારફતે તેઓને પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે સંસદમાં જણાવ્યું કે, સરકારે વીવીઆઇપી અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદ કૌભાંડમાં બે અન્ય વચેટિયા કાર્લો જીરોસા અને ગુઇડો હૈશ્કના પ્રત્યાર્પણ માટે અરજી કરી છે. તેમના પ્રત્યાર્પણ માટે ઇટાલીમાં અરજી કરવામાં આવી હતી. આ અગાઉ નવેમ્બર 2017માં જીરોસા અને જાન્યુઆરી 2018માં હૈશ્કના પ્રત્યાર્પણ માટે અપીલ કરાઇ હતી જેને ઇટાલી સરકારે નામંજૂર કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement