શોધખોળ કરો
Advertisement
ખેડૂતો-મજૂરો માટે નાણામંત્રીએ કરી મહત્વની જાહેરાતો, મનરેગાની દરરોજની મજૂરી વધારીને 202 રૂપિયા કરાઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવશે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવશે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી રજીસ્ટ્રેશન વધ્યું છે. મનરેગામાં દરરોજની મજૂરી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે, આ પહેલા 182 રૂપિયા આપવામાં આવતા હતા.
મનરેગાને લઈને નાણામંત્રીએ કહ્યું કે, 14.62 કરોડ કાર્ય દિવસનું કામ 13મી મે 2020 સુધી ઉપલબ્ધ કરાવાયું છે. 10 હજાર કરોડનો ખર્ચ થયો છે. ગયા વર્ષની સરખામણીએ 40થી 50 ટકા વધુ લોકોને કામ અપાયું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. 3 કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.
નાણામંત્રીએ કહ્યું, માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમ 31 મે સુધી ચાલુ રહેશે.
પાકની ખરીદી માટે રાજ્યોને અપાતી નાણાંકીય મદદ 6700 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે વધારી. ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 4200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement