અનામત પર હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કર્યો પોતાનો પક્ષ, કોગ્રેસે કર્યું વોકઆઉટ
લોકસભામાં બોલતા કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવર ચંદ્ર ગેહલોતે કહ્યું કે, સરકાર આ મામલા પર ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.
કેન્દ્રિયમંત્રીએ કહ્યું કે, આ મામલામાં કેન્દ્ર સરકાર પાર્ટી નથી. સાથે કહ્યુ કે, આ આદેશ 2012માં ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર આવ્યો છે જ્યારે રાજ્યમાં કોગ્રેસની સરકાર હતી. જ્યારે લોકસભામાં કેન્દ્રિય મંત્રી ગેહલોત બોલી રહ્યા હતા ત્યારે કોગ્રેસના તમામ સાંસદોએ બહિષ્કાર કર્યો હતો અને વોકઆઉટ કર્યુ હતું.Social Justice & Empowerment Minister Thaawar Chand Gehlot in Lok Sabha on SC decision that reservations for jobs, promotions, is not fundamental right: Govt is holding high level discussions on the issue. I would like to make it clear that GoI was never made a party in the case. pic.twitter.com/PqTNMDElQN
— ANI (@ANI) February 10, 2020
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, પ્રમોશનમાં અનામત મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારને મજબૂર કરી શકાય નહીં. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યુ હતું કે, પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારોને બાધ્ય કરી શકાય નહીં. એટલું જ નહીં કોર્ટ પણ સરકારને આ માટે મજબૂર કરી શકે નહીં.Congress MPs walk out from Lok Sabha after Union Minister Thaawar Chand Gehlot said, "The case arised due to Uttarakhand Government's 2012 decision to not implement reservation in promotions, in the state. In 2012 Congress was in power in Uttarakhand". https://t.co/YW140YgTb3 pic.twitter.com/yex6203Yb3
— ANI (@ANI) February 10, 2020
Social Justice & Empowerment Minister Thaawar Chand Gehlot in Lok Sabha on SC decision that reservations for jobs, promotions, is not fundamental right: Govt is holding high level discussions on the issue. I would like to make it clear that GoI was never made a party in the case. pic.twitter.com/PqTNMDElQN
— ANI (@ANI) February 10, 2020