શોધખોળ કરો
Advertisement
J&K: અલગતાવાદીઓની મોજ રહેશે ચાલુ, સરકાર નહિ અપનાવે કડક વલણ
નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરમાં અલગતાવાદીઓની મોજ ચાલુ જ રહેશે. બે દિવસ પહેલા લાગતું હતું કે સરકાર અલગતાવાદીઓને મળતા સરકારી પૈસાની મદદ રોકવાની હતી પણ હવે સરકાર વિચારી રહી છે કે આમ કરવાથી પરિસ્થિતિ વણસી શકે છે.
બે દિવસ પહેલા અહેવાલ હતા કે જમ્મુ-કશ્મીરના અલગતાવાદી નેતા 100 કરોડના સરકારી પૈસા પર મોજ કરી રહ્યા છે. જેને સરકાર બંધ કરીને આ નેતાઓ પર લગામ રાખશે. પણ હવે સરકારનો નિર્ણય બદલ્યો છે. એબીપી ન્યૂઝના સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે સરકાર હાલ અલગતાવાદીઓ માટે કડક વલણ નહિ અપનાવે.
જો કે સરકાર ઘૂંટણીયે પડવા પણ તૈયાર નથી. જેમણે હિંસા ભડકાવી હતી તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો સુરક્ષાબળો સાથે સંઘર્ષમાં ઝખમી થયા છે તેમને સારવાર આપવામાં આવશે. જે લોકોએ પથ્થર ફેંક્યા છે તે પીડિત નહિ કહેવાય.
સૈયદ અલી શાહ ગિલાની, મીર વાઈઝ, ઉમર ફારૂક, યાસીન મલિક, અબ્દુલ ગની બટ જેવા અલગતાવાદીઓને હજી પણ નથી સમજાતુ કે તે દેશ સામે ખુલ્લા પડી ગયા છે.
એબીપી ન્યૂઝે આપને જણાવ્યું હતું કે જમ્મુમાં આ નેતાઓ પર દર વર્ષે ભારત સરકાર 100 કરોડ રૂપિયા ખર્ચે છે. સરકારના પૈસા પર આ અલગતાવાદીઓ ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાય છે, સરકારી કારમાં ફરે છે, વિમાન સેવાનો ઉપયોગ કરે છે. બિમાર થાય ત્યારે દેશ-વિદેશમાં સારવાર માટે પણ સરાકર ખર્ચો ઉઠાવે છે. લગભગ 1000 જવાનોને તેમની સુરક્ષામાં રાખવામાં આવ્યા છે.
હવે બધાને ખબર પડી ચૂકી છે કે અલગતાવાદીઓ ભારતનું ખાયને અહીંયા જ ઝેર ઓકે છે.
કશ્મીર ઘાટીમાં અલગતાવાદીઓ આજે દરેક ગામ અને વિસ્તારમાં આઝાદી માર્ચ કાઢવાની અપીલ કરી છે. 16 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે.
13 સપ્ટેમ્બરે ઈદ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય સુધીના માર્ચની તૈયારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement