શોધખોળ કરો
આજે રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરાયુ GST બિલ

નવી દિલ્લી: ઘણા સમયથી અટવાયેલુ જીએસટી બિલ બુધવારે એટલે કે આજે રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે જણાવ્યું કે રાજ્યસભામાં જીએસટી પર ચર્ચા કરાશે અને તે પાસ પણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિલની પર સહમતી માટે નાણા પ્રધાન અરૂણ જેટલીએ વિપક્ષના સાંસદો અને રાજ્યોના નાણા પ્રધાનોની મુલાકાત લીધી હતી. જીએસટી લાગુ થતાં વસ્તુઓ અને સેવાઓ પર માત્ર ત્રણ જ પ્રકારના ટેક્સ લગાડવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા લગાડવામાં આવેલા 20થી વધારે ઈનડાયરેક્ટ ટેક્સ નાબૂદ થશે.
વધુ વાંચો





















