GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય
આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમની ચૂકવણી (Health - LIfe Insurance Premium) પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
GST Council Meeting: આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમની ચૂકવણી (Health - LIfe Insurance Premium) પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં રાજ્યોના નાણા પ્રધાનો સાથે GST કાઉન્સિલની 54મી બેઠકમાં, આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમની ચુકવણી પર GST ઘટાડવા પર ચર્ચા થઈ હતી, પરંતુ આ મુદ્દા પર વધુ અભ્યાસની જરૂર છે. આ મામલો તપાસ માટે GOMને મોકલવામાં આવ્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વીમા પર જીએસટી દરમાં થયેલા ઘટાડાનો અભ્યાસ કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી છે. આ GOMએ ઓક્ટોબર 2024ના અંત સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. નવેમ્બર 2024માં GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂર પડશે.
#WATCH | Delhi: After the GST Council meeting, Union Finance Minister Nirmala Sitharaman says, "2 new GoMs (Group of Ministers) have been decided. One is on the medical and health insurance. It will be the rate rationalisation GoM headed by the Deputy Chief Minister of Bihar but… pic.twitter.com/xdBJBh3VcT
— ANI (@ANI) September 9, 2024
GST કાઉન્સિલની બેઠકમાં ધાર્મિક તીર્થયાત્રા કરનારાઓ માટે ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ધાર્મિક યાત્રા પર જનારાઓએ હેલિકોપ્ટર સેવા(Helicopter Services)નો લાભ લેવા પર 18 ટકાના બદલે માત્ર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ નિર્ણય ઉત્તરાખંડ સરકારની માંગ પર લેવામાં આવ્યો છે.
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને પણ કોઈ રાહત નથી મળી. GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કસિનો અને રેસ કોર્સ પર 28 ટકા જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી રહી છે, પરંતુ આજના નિર્ણયથી તે નિરાશ થયા છે.