શોધખોળ કરો

GST Evasion: ઓનલાઇન ગેમિંગએ કરી 23000 કરોડ રૂપિયાની જીએસટી ચોરી, સંસદમાં નાણા રાજ્ય મંત્રીનો ખુલાસો

એપ્રિલ 2019થી નવેમ્બર 2022 સુધીમાં ગેમિંગ કંપનીઓએ 23,000 કરોડ રૂપિયાના GSTની ચોરી કરી છે

GST Evasion By Gaming Companies: ગેમિંગ કંપનીઓની GST ચોરીનો મામલો સામે આવ્યો છે. એપ્રિલ 2019થી નવેમ્બર 2022 સુધીમાં ગેમિંગ કંપનીઓએ 23,000 કરોડ રૂપિયાના GSTની ચોરી કરી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આ માહિતી આપી છે.

લોકસભામાં આપેલા એક લેખિત જવાબમાં તેમણે કહ્યું હતું કે ઇડીએ સાયબર અને ક્રિપ્ટો એસેટ્સની છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગનો ઉપયોગ કરીને હેરાફેરીના સંબંધમાં રૂ. 1000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તેમણે ગૃહને માહિતી આપી હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમે ભારત અને વિદેશમાં ઓનલાઈન ગેમ કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે એપ્રિલ 2019થી નવેમ્બર 2022 સુધીમાં 22,936 કરોડ રૂપિયાની GST ચોરીનો મામલો સામે આવ્યો છે. જ્યારે નાણા રાજ્ય મંત્રીને પૂછવામાં આવ્યું કે શું આવકવેરા વિભાગે પણ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સ ન ભરવા બદલ નોટિસ ફટકારી છે, તો તેમણે કહ્યું હતું કે તેની માહિતી ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે આવકવેરાની કલમ 1961 હેઠળ કોઈ ચોક્કસ કરદાતાની માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ પહેલાથી જ ઓનલાઈન ગેમ્સમાં જીતીને પૈસા કમાતા લોકોને અપડેટેડ ITR ફાઈલ કરીને સાચી આવક જાહેર કરવા અને તેના પર ટેક્સ ચૂકવવા જણાવ્યું છે. CBDTના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ કહ્યું હતું કે એક ગેમિંગ પોર્ટલે 2019-20 થી 2021-22 સુધીના છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઈન ગેમ્સના વિજેતાઓને 58,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. જ્યારે રમતના કોઈપણ વિજેતાઓએ જીતેલી રકમ પર ટેક્સ ચૂકવ્યો નથી. સીબીડીટીએ વિજેતાઓને અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરીને સાચી આવક જાહેર કરવા અને તેના પર ટેક્સ ચૂકવવા જણાવ્યું હતું.

Tax Saving Scheme: ઈન્કમ ટેક્સ બચાવવા માટે આ સ્કીમ્સમાં કરો રોકાણ

Income Tax Saving Tips: આ નાણાકીય વર્ષનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો છે. નવું નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ થશે. આ નાણાકીય વર્ષના અંત પહેલા, તમારે કર બચત માટે યોજના બનાવવી આવશ્યક છે. Tax Saving Schemes: પગારદાર વ્યક્તિઓ કે જેમનો પગાર ટેક્સના દાયરામાં આવે છે તેમણે નાણાકીય વર્ષના અંત પહેલા રોકાણનું આયોજન કરવું જોઈએ. આ પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો તમે પણ ટેક્સ સેવિંગ સ્કીમ શોધી રહ્યા છો, તો તેમાં રોકાણ કરીને તમે ભવિષ્યમાં મજબૂત વળતર મેળવી શકો છો, તો અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યા છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

General Knowledge: આંખના પલકારામાં તબાહી મચાવી શકે છે વિશ્વ આ નેતાઓ, જેમની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ

Sarfaraz Khan:  ભારતને લાગ્યો મોટો આંચકો! પર્થમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઘાયલ થયો સરફરાઝ ખાન

Embed widget