Gujarat Election 2022 Live: CM ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય બાદ એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે જેના કારણે રાજકારણના વતુર્ળમાં ભૂકંપ સર્જાયો છે.
LIVE
Background
Gujarat Election 2022:વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય બાદ એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે જેના કારણે રાજકારણના વતુર્ળમાં ભૂકંપ સર્જાયો છે. હવે NCPથી નારાજ મહિલા નેતા રેશમા પટેલે રાજીનામુ આપી દીધું છે.
ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તેમજ NCP ના પ્રાથમિક સદસ્યતા પરથી રેશમા પટેલે રાજીનામું દીધું છે. તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇને વિરમગામથી ચૂંટણી લડી શકે છે. તેવી શક્તાઓ જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આજ સીટ પરથી અનામત આંદોલન સમયના તેમના જૂના સાથી હાર્દિક પટેલ ભાજપની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે એનસીપીની ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું હતું અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેઓ આ નિર્ણયથી નારાજ હતા. ઉલ્લેખનિય છે કે, આપ પહેલા રેશમા પટેલને એનસીપએ ગોંડલની બેઠક પર લડાવ માટે ટિકિટ આપી હતી. જો તેમણે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે,
NCPથી નારાજ રેશમા પટેલે શું કહ્યું?
“હું રેશ્મા પટેલ મારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપું છું અને NCPના પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપું છું.મે NCP પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યુ છે અને પાર્ટી ને મજબૂત બનાવવા માટે કામ કર્યુ છે.મે ગુજરાતના સત્તાધારીઓ ની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે,ગુજરાતમાં NCPના સક્રિય કાર્યકર નો ફર્જ નિભાવ્યો છે, મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપવામાં આવી હતી. આજે હું આ બન્ને જવાબદારી પરથી રાજીનામું આપું છું અને NCP પાર્ટી માંથી પણ રાજીનામું આપું છું.રાજનીતિમાં મહિલાઓના સંઘર્ષને તમે સમજી શકો છો, રાજનીતિની દષ્ટીકોણ એ છે કે તમે પોતાના સાથે થયેલ રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવો તો તમને રાજકીય સ્વાર્થનો ધબ્બો લગાવી બદનામ કરવામાં આવે છે. હું માત્ર એટલું સમજુ છું કે, જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે છે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.તમારા નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. NCP ના શિર્ષ નેતૃત્વને મારો આદર અર્પણ કરું છું”
ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો
ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદારભાઇ ચૌધરીનું નામ જાહેર કરતા સાથે ભાજપમાં ભડકો થયો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે. પાટણ ભાજપ સાંસદ ભરત ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના એસ સી સેલ ના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ડો.કિરણ વસાવા સહિત 10 હોદ્દેદારો રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. ડો.કિરણ વસાવા વર્ષોથી આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા, પાર્ટી માં અવગણના થતા આપ પાર્ટી છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો.
ડીસા વિધાનસભા સીટ પર ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજના બે આગેવાનોએ નોંધાવી અપક્ષ ઉમેદવારી
ડીસા વિધાનસભા સીટ પર ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજના બે આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2014માં ભાજપમાંથી પેટા ચૂંટણી લડેલા લેબજી ઠાકોરે નોંધાવી અપક્ષ ઉમેદવારી. ભાજપમાંથી રાજીનામુ આપી ભરત ધુખે નોંધાવી અપક્ષ ઉમેદવારી. ભાજપ અને કોંગ્રેસથી ઠાકોર સમાજ નારાજ હોવાથી બંને ઠાકોરો નોંધાવી અપક્ષ ઉમેદવારી. ઠાકોર સમાજનું સંમેલન કરી બંને ઠાકોર સમાજના આગેવાનોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. બંને ઉમેદવારમાંથી સમાજ જે કહે છે તે ઉમેદવાર ચૂંટણી લડશે અને અન્ય ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે
ભાજપે ત્રણ ઉમેદવારો જાહેર કર્યા
ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી. ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.
ઇડર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી
ઇડર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રામભાઈ સોલંકીએ સમર્થકો સાથે પ્રાંત કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012 માં રામભાઈ કોંગ્રેસ માંથી ઉમેદવાર રહી ચૂક્યા છે. 2012 વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સામે પરાજય થયો હતો. ફરી એક વાર ભાજપ માંથી રમણલાલ વોરા અને કોંગ્રેસ માંથી રામભાઈ સોલંકી સામ સામે ચૂંટણી લડશે.