શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાવલીના MLA કેતન ઇનામદારના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે શું કર્યુ ટ્વિટ, જાણો વિગત
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો છે.
નવી દિલ્હીઃ વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું છે. લાંબા સમયથી તેઓ નારાજ હતા.
કેતન ઇનામદારના રાજીનામા બાદ કમલમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યા વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો છે.
સાતવે ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતમાં ભાજપ સરકારમાં ન માત્ર ગુજરાતની જનતા પણ ખુદ ધારાસભ્યો એટલા નારાજ છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે. સુશાસનવાળી ભાજપ સરકાર ધારાસભ્યોનું પણ નથી સાંભળતી અને તેમની માંગણીને અવગણી રહી છે તો જનતાની પરેશાની શું દૂર કરશે ?
કેતન ઇનામદારે લખેલો પત્ર
વડોદરાઃ BJPમાં ભડકો, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, જાણો વિગતે
રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, કોર્ટે મુકી આ શરત, જાણો વિગત
મુંબઈમાં 24 કલાક ખુલ્લા રહેશે મૉલ, રેસ્ટોરન્ટ અને પબ, કેબિનેટે આપી મંજૂરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion