Gujarat, HP Election 2022 Dates: આજે જ જાહેર થઈ શકે છે ગુજરાત ચૂંટણીની તારીખ, ચૂંટણી પંચની બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
Gujarat, HP Election 2022 Dates: ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આજે બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે.
ડેપ્યુટી ઇલેક્શન કમિશનર 16થી 20મી ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર 26મી સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. 2017માં 25મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. 2017માં 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.
આથી આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જ જાહેરાત થઈ શકે છે જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા નહીંવત લાગી રહી છે. જો કે આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થાય તેવી ચર્ચા છે.
Election Commission of India to hold a press conference later today, in Delhi. The election schedule of Assembly elections to Gujarat and Himachal Pradesh to be announced. pic.twitter.com/Xd2NGdfnmQ
— ANI (@ANI) October 14, 2022
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થાય છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં જીત મેળવીને સરકાર બનાવી હતી.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. 2017 માં, ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે મતદાન થયું હતું, જ્યારે મત ગણતરી 18 ડિસેમ્બરે થઈ હતી. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.
ગુજરાતમાં 2017માં ગુજરાતમાં 182માંથી ભાજપે 99 બેઠકો જીતી હતી, કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. 6 સીટો બીજાના ખાતામાં ગઈ હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠકો મળી હતી.
2017 માં, ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકોમાંથી 44 પર સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. એક સીટ સીપીએમના ખાતામાં ગઈ અને બે અપક્ષ ઉમેદવારો પણ જીતવામાં સફળ રહ્યા. ત્યારબાદ ભાજપની પાર્ટીના પ્રદેશ એકમ અધ્યક્ષને તેમની વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જયરામ ઠાકુરને સીએમ બનાવવામાં આવ્યા.