Rajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ.. જેતપુર માર્કેટ યાર્ડમાં 20 મણ મગફળીના 1 હજાર 356 મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા. રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું... એવામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ થતા ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા. સાડા છ હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું...જેમની પાસેથી ક્રમ મુજબ મગફળીની ખરીદી કરાશે.
ગીર સોમનાથની કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા. પરંતુ મગફળીની ટેકાના ભાવે ખરીદીના બદલે બજાર ભાવે ખરીદી કરાતા ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ યાર્ડનો રસ્તો બંધ કરી હરાજી અટકાવી. સરકારે પ્રતિ મણ મગફળીના 1356 રુપિયા ભાવ જાહેર કર્યા છે. પણ યાર્ડમાં એક હજારથી 1 હજાર 215 સુધીના ભાવ બોલાયા, જેને લઈ ખેડૂતો નારાજ થયા. હોબાળા બાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું.. હોબાળા બાદ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો કે, અન્ય યાર્ડ જેટલો જ ભાવ આપવામાં આવે છે. કોઈ ખેડૂતને અન્યાય નથી કરાતો.