શોધખોળ કરો

Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી, 15 શહેરોમાં 48.62% મતદાન, જાણો પત્રકારોના મતે કયા શહેરમાં કોણ જીતશે?

ગત ચૂંટણી કરતા મોટા શહેરોમાં મતદાન વધ્યું, નવી મહાનગરપાલિકાઓમાં વાપી 65.68% સાથે મોખરે; પરિણામ પહેલાં એબીપી અસ્મિતાના ઓપિનિયન પોલમાં તમામ 15 મનપામાં ભાજપની મોટી જીતનું અનુમાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ મતદાન, શહેરી વિસ્તારોમાં ઉત્સાહ.
  • મહાનગરપાલિકાઓમાં 48.62% મતદાન, ગ્રામ્ય વિસ્તારોમાં ઘટ્યું.
  • પત્રકારોના અનુમાન: આગામી ચૂંટણીમાં ભાજપનો દબદબો રહેશે.

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આજે 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટેનું મતદાન એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. આ વખતે શહેરી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 15 મનપાના કુલ 261 વોર્ડની 1044 બેઠકો માટે સરેરાશ 48.62 ટકા મતદાન નોંધાયું છે, જે વર્ષ 2021 ની ગત ચૂંટણીમાં થયેલા 46.08 ટકા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં વોટિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે. જિલ્લા પંચાયતમાં આ વર્ષે સરેરાશ 60.63 ટકા (2021 માં 66.68 ટકા) અને તાલુકા પંચાયતમાં 61.15 ટકા (2021 માં 66.84 ટકા) મતદાન થયું છે.

નવી બનેલી મહાનગરપાલિકાઓની વાત કરીએ તો, વાપી મનપાના મતદારોએ સૌથી વધુ ઉત્સાહ બતાવતા 65.68 ટકા બમ્પર વોટિંગ કર્યું છે. જ્યારે ગાંધીધામ મનપામાં સૌથી ઓછું 39.85 ટકા જ મતદાન થયું છે. જૂની મહાનગરપાલિકાઓમાં સુરતે બાજી મારી છે. સુરતમાં 52.83 ટકા મતદાન થયું છે, જે 2021 ના 47.14 ટકા કરતા ઘણું સારું છે. અમદાવાદમાં પણ 2021 ના 42.51 ટકા સામે આ વર્ષે 45.35 ટકા મતદાન નોંધાયું છે. વડોદરામાં 47.01 ટકા અને ભાવનગરમાં 47.26 ટકા સરેરાશ મતદાન રહ્યું છે. પરંતુ, રાજકોટમાં મતદારોનો નિરુત્સાહ જોવા મળ્યો છે; અહીં સૌથી ઓછું 45.21 ટકા વોટિંગ નોંધાયું છે, જે 2021 ના 50.72 ટકા કરતા પણ ઓછું છે.

મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયા બાદ, હવે સૌની નજર પરિણામો પર છે. રિઝલ્ટ આવે તે પહેલા એબીપી અસ્મિતા દ્વારા ગ્રાઉન્ડ પર કામ કરતા અલગ અલગ પત્રકારોનો મત જાણીને એક ખાસ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. પત્રકારોના આ અનુમાન મુજબ, તમામ 15 મનપામાં ભાજપ પોતાનો દબદબો એકતરફી જાળવી રાખશે.

પત્રકારોના અનુમાન મુજબ મોટા શહેરોની સ્થિતિ જોઈએ તો, અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 153 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 35 અને અન્યના ફાળે 4 બેઠકો જઈ શકે છે. અહીં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલે તેવું લાગતું નથી. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 88, આમ આદમી પાર્ટીને 28 અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે. વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 62, કોંગ્રેસ 13 અને અન્ય 1 બેઠક જીતી શકે છે. જ્યારે રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપને 57, કોંગ્રેસને 12 અને આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળવાની શક્યતા છે. જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપ 45, કોંગ્રેસ 12, આપ 5 અને અન્ય 2 બેઠકો મેળવે તેવો અંદાજ છે. જ્યારે ભાવનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 39 અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.

આ ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની બેઠકો પર નજર કરીએ તો, મોરબીની 52 બેઠકોમાં ભાજપ 35, કોંગ્રેસ 11, આપ 2 અને અન્ય 4 બેઠક જીતી શકે છે. નવસારીમાં ભાજપ 45, કોંગ્રેસ 6 અને આપ 1 બેઠક મેળવે તેવું તારણ છે. વાપીમાં ભાજપને 45, કોંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક મળી શકે છે. ગાંધીધામમાં ભાજપ 42, કોંગ્રેસ 9 અને આપ 1 બેઠક પર કબ્જો જમાવી શકે છે.

મહેસાણા અને નડિયાદ બંને મનપામાં 52 52 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 9 બેઠકો મળવાનું સમાન અનુમાન છે. કરમસદ આણંદમાં ભાજપ 39, કોંગ્રેસ 11 અને અન્ય 2 બેઠક મેળવી શકે છે. સુરેન્દ્રનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 46, કોંગ્રેસને 4 અને અન્યને 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે પોરબંદર છાયામાં ભાજપ 47, કોંગ્રેસ 2, આપ 2 અને અન્ય 1 બેઠક જીતે તેવો પત્રકારોનો સ્પષ્ટ મત છે.

(નોંધ: આ માત્ર પત્રકારોના તારણ પર આધારિત અનુમાન છે, આખરી પરિણામ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.)

Frequently Asked Questions

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 માં કેટલા મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન થયું?

આ વખતે કુલ 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન યોજાયું હતું. આમાં 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાઓમાં સરેરાશ કેટલા ટકા મતદાન નોંધાયું?

15 મનપાના કુલ 261 વોર્ડની 1044 બેઠકો માટે સરેરાશ 48.62 ટકા મતદાન નોંધાયું છે. આ ગત ચૂંટણી 2021ના 46.08 ટકા કરતાં વધારે છે.

કઈ નવી બનેલી મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું?

નવી બનેલી મહાનગરપાલિકાઓમાં વાપી મનપાના મતદારોએ સૌથી વધુ ઉત્સાહ દાખવ્યો, જ્યાં 65.68 ટકા મતદાન થયું.

કઈ મહાનગરપાલિકામાં સૌથી ઓછું મતદાન થયું?

ગાંધીધામ મનપામાં સૌથી ઓછું 39.85 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં પણ 45.21 ટકા સાથે નિરુત્સાહ જોવા મળ્યો.

પત્રકારોના અનુમાન મુજબ કયો પક્ષ મોટાભાગની બેઠકો પર જીત મેળવશે?

પત્રકારોના અનુમાન મુજબ, તમામ 15 મનપામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાનો દબદબો જાળવી રાખશે તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget