શોધખોળ કરો

પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ

Hafiz Saeed News: લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ 2019થી પાકિસ્તાનની જેલમાં છે, હવે ભારત સરકારે તેને ભારત લાવવાની માગણી પાકિસ્તાન સરકારને કરી છે.

Hafiz Saeed News: ભારત સરકારે પાકિસ્તાન સરકાર સમક્ષ લશ્કર-એ-તૈયબાના નેતા અને મુંબઈમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારતમાં લાવવાની સત્તાવાર માગણી કરી છે. ભારત સરકારે કહ્યું છે કે તે પ્રત્યાર્પણને લઈને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરશે.

હાફિઝ સઈદને 2008માં મુંબઈ હુમલા અને 2019માં પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાફિઝ સઈદને વૈશ્વિક સ્તરે પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને પણ આતંકવાદીઓની યાદીમાં મૂક્યો છે. હાલમાં તે પાકિસ્તાનની જેલમાં 'પોતાની સજા ભોગવી રહ્યો છે'.

હાફિઝ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે?

ગયા વર્ષે, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝ સઈદને આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પહેલા હાફિઝને પાંચ અલગ-અલગ કેસમાં 36 વર્ષની જેલની સજા થઈ હતી. બંને સજા એકસાથે ચાલી રહી હોવા છતાં હાફિઝ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો છે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે.

ભારત શું ઈચ્છે છે?

હાફિઝ સઈદ ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ માટે વોન્ટેડ છે. તેના પર 2008ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાએ જમ્મુ-કાશ્મીરમાં અનેકવાર આત્મઘાતી હુમલા કર્યા છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા ઠેકાણા છે, જ્યાં તે આતંકવાદીઓને તાલીમ આપે છે. આ તાલીમ શિબિરોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં 21 દિવસનો જેહાદી કોર્સ, દૌરા-એ-શુફા અને 21 દિવસનો કોમ્બેટ કોર્સ કરવામાં આવે છે અને તે આતંકવાદીઓને ભારત મોકલવામાં આવે છે.

પુત્ર ચૂંટણી લડે છે

હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ સાથે હાફિઝની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ માહિતી આપી છે કે તે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેશે.

નોંધનીય છે કે આતંકવાદી હાફિઝ સઈદના નવા રાજકીય મોરચાએ 8મી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે પાકિસ્તાનની મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. લશ્કર-એ-તૈયબાના સ્થાપક આતંકવાદી હાફિઝ સઈદ આતંકવાદી નાણાંકીય મામલામાં ઘણા વર્ષોથી દોષિત ઠેરવ્યા બાદ 2019થી જેલમાં છે.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

ABP Premium

વિડિઓઝ

The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણPatan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Embed widget