Harbhajan Singh : રાજ્યસભા સાંસદ બનતા હરભજન સિંહે કર્યું દિલ જીતી લે તેવુ કામ, જાણો પોતાનો પગાર કોને આપશે ?
હરભજન સિંહ તેની કારકિર્દી દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ પછી પણ તેઓ કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ હરભજનને પંજાબમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદની સીટ મળી છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહ તેની કારકિર્દી દરમિયાન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ પછી પણ તેઓ કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ હરભજનને પંજાબમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદની સીટ મળી છે. તેઓ ખેડૂતોના પક્ષમાં આવ્યા છે. તેણે એક નવી પહેલ શરૂ કરી છે. તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેણે ટ્વિટર દ્વારા તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી.
હરભજને ટ્વીટ કર્યું કે તે ખેડૂતોની દીકરીઓના શિક્ષણ માટે પોતાનો પગાર આપશે. તેમણે લખ્યું, "રાજ્યસભાના સભ્ય તરીકે, હું ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને સામાજિક કાર્યો માટે મારો પગાર આપવા માંગુ છું. હું મારા દેશ માટે યોગદાન આપવા માંગુ છું અને મારાથી જે થઈ શકે તે કરીશ.
ઉલ્લેખનીય છે કે, હરભજને ગયા વર્ષે 24 ડિસેમ્બરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી તે નવજોત સિંહ સિદ્ધુ સાથે ઘણા પ્રસંગોએ જોવા મળ્યો હતો. લોકોને અપેક્ષા હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાય. પરંતુ આવું ન થયું. હરભજન આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની નજીક માનવામાં આવે છે.
હરભજનનો ODI રેકોર્ડ:
હરભજન સિંહે ODI ક્રિકેટમાં 269 વિકેટ લીધી છે. તે ODIમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 22મો બોલર છે.
ODI ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ ઝડપનાર ખેલાડીઓની ક્લબમાં હરભજનનો પણ સમાવેશ થાય છે.
હરભજને વનડેમાં 12,479 બોલ ફેંક્યા છે. તે ODIમાં સૌથી વધુ બોલ ફેંકનાર 11મો બોલર છે.
હરભજને 17 બેટ્સમેનોને પોતે જ ફેંકેલા બોલ પર કેચ કરીને પેવેલિયન મોકલી દીધા છે. આ યાદીમાં તે 8મા નંબરે છે.
હરભજને વનડેમાં 36 ખેલાડીઓને સ્ટમ્પ કર્યા છે. સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા બોલરોમાં તે 5માં સ્થાને છે.
હરભજન વનડેમાં સૌથી ઝડપી 250 વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં 21મા સ્થાને છે.
હરભજનના T20 રેકોર્ડ્સ:
ટી20 મેચમાં સૌથી વધુ મેડન્સ (2) બોલ કરનારો હરભજન બીજો બોલર છે.
હરભજને T20માં 5 ઓવર મેડન્સ ફેંકી છે. તે T20 ક્રિકેટમાં છઠ્ઠો સૌથી વધુ મેડન્સ ફેંકનાર ખેલાડી છે.