કોરોના સંક્રમણ વચ્ચે મ્યૂકોરમાઈકોસિસનો ખતરો, કોને થઈ શકે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય ? આરોગ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી
ડૉ. હર્ષવર્ધને ચાર સ્લાઈડ સાથે ટ્વીટ કરીને બ્લેક ફંગસ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જાગૃતિ અને પ્રારંભિક તપાસ ફંગલ ચેપના ફેલાવાને રોકી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા ભારતમાં હવે મ્યૂકૉરમાઈકોસિસ (બ્લેક ફંગસ) સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. બ્લેક ફંગસ બિમારીની ઝપેટમાં આવનારા ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા તે દર્દીઓ છે, જેમને ડાયાબિટીસની ફરિયાદ છે. બ્લેક ફંગસના આ ખતરાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આરોગ્યમંત્રીએ શુક્રવારે મહત્વની જાણકારી આપી હતી.
ડૉ. હર્ષવર્ધને ચાર સ્લાઈડ સાથે ટ્વીટ કરીને બ્લેક ફંગસ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જાગૃતિ અને પ્રારંભિક તપાસ ફંગલ ચેપના ફેલાવાને રોકી શકે છે. ફૂગના ચેપથી લોકોમાં ગભરાટ ફેલાયો છે તેની ઝડપી માહિતી અને યોગ્ય સારવાર દ્વારા અટકાવી શકાય છે.
શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?
બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.
કોઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?
જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય. સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.
શું કરવું, શું ન કરવું
- હાઈપરગ્લાઈસીમીયા એટલે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો.
- કોરોનાથી સાજા થયા બાદ અથવા ડાયાબિટીઝમાં બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરતા રહો .
- સ્ટેરોઇડ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો.
- ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિડિફાયર્સમાં સ્વચ્છ, સ્ટરાઈલ પાણીનો ઉપયોગ કરો.
- એન્ટિબાયોટિક્સ અથવા એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ કરો
- સંક્રમણના લક્ષણોને નજરઅંદાજ ન કરવું.
- બંધ નાકના દરેક કિસ્સામાં, એવું ન માનો કે તે બેક્ટેરિયાના સાઈનસાઈટિસના કારણે છે, ખાસ કરીને એવા દર્દીઓમાં, જેમની દવાઓના કારણે પ્રતિરોધક ક્ષમતા નબળી પડી છે.
- ફંગલ ઇન્ફેક્શનની તપાસ માટે મોટા પગલા લેવામાં અચકાશો નહીં.
- મ્યુકોરમાઈકોસિસ હોય તો સારવાર શરૂ કરવામાં જરા પણ સમય બગાડશો નહીં.
લક્ષણ અને ખતરો....
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યૂકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.