Corona Vaccination: શું વેક્સિનેશન માટે હવે પહેલાથી રજિસ્ટ્રેશન કરાવવું નથી અનિવાર્ય, જાણો શું છે વિગત
સ્વાસ્થ્ય કાર્યકર્તા અથવા ગ્રામીણ ક્ષેત્રોમાં આશા વર્કર દ્વારા શહરી ઝુગ્ગીમાં રહેનાર લાભાર્થી સીધા જ નજીકના રસીકરણ કેન્દ્રની સાઇટ પર રજિસ્ટ્રેશન કરીને રસી લઇ રહ્યાં છે.
cowin registration:સ્વાસ્થ્ય કાર્યકર્તા અથવા ગ્રામીણ ક્ષેત્રોમાં આશા વર્કર દ્વારા શહરી ઝુગ્ગીમાં રહેનાર લાભાર્થી સીધા જ નજીકના રસીકરણ કેન્દ્રની સાઇટ પર રજિસ્ટ્રેશન કરીને રસી લઇ રહ્યાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એ જણાવ્યું કે, કોરોના વેક્સિનેશન માટે પહેલાથી બુકિંગ અથવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય નથી. સરકાર મુજબ 18 વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિ નજીકના કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર સીધા જ જઇને વેક્સિન લઇ શકે છે.
તેને સામાન્ય રીતે વોક ઇનના નામે પણ ઓળખાય છે. સ્વાસ્થ્ય મંત્રલાયે મંગળવારે નિવેદન આપ્યું કે., કો વિન પર કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ના માધ્યમથી સુગમ રજીસ્ટ્રેશન કોવિન પર રજિસ્ટ્રરના અનેક રીતોમાંથી એક છે.
સ્વાસ્થ્ય કાર્યકર્તા અથવા ગ્રામીણ વિસ્તારમાં અને શહેરની ઝુપડપટ્ટીમાં રહેતા લાભાર્થી સીધા જ નજીકના કેન્દ્રો પર જઇને રજિસ્ટ્રેન કરાવીને રસી લઇ શકે છે. મંત્રાલયે એવું પણ કહ્યું છે કે, 1075 હેલ્પલાઇનના માધ્યમથી રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરી દેવાઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ બધા જ રજિસ્ટ્રેશનના માધ્યમોમાંથી ખાસ ગ્રામીણ વિસ્તારમાં 13 જૂન 2021 સુધીની તારીખ સુધી 283.36 કરોડ લાભાર્થીને કોવિન પર રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લઇ ચૂકેલા લોકોમાં 16.45 કરોડ એટલે કે 58 ટકા લાભાર્થીએ ઓન સાઇટ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.