શોધખોળ કરો
Advertisement
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- આગામી કેટલાક અઠવાડીયામાં કેટલીક કોરોના રસીને આપી શકાય છે મંજૂરી
કોરોના રસીના ઉપયોગ કરવાની બ્રિટન અને રશિયામાં મંજૂરી અપાયા બાદ દુનિયાભરના દેશો તેને લઈ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના રસીના ઉપયોગ કરવાની બ્રિટન અને રશિયામાં મંજૂરી અપાયા બાદ દુનિયાભરના દેશો તેને લઈ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. વેક્સીનને લઈ ભારતના લોકો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આગામી કેટલાક અઠવાડીયામાં અહીં કેટલીક કોરોના રસીના ઉપયોગની ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સીરમ ઈન્સટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકએ વેક્સીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ તમામ વેક્સીની નિર્માતા દવા કંપનીઓ સાથે વાત કરી છે. ભારતમાં છ રસનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કેટલીક વેક્સીનને આગામી કેટલાક અઠવાડીયામાં લાઈસેન્સ આપી શકાય છે.
તેમણે કહ્યું કે વેક્સીનેશન માત્ર કેંદ્ર અથવા રાજ્ય સરકારની જ જવાબદારી નથી પરંતુ તેમાં સામાન્ય લોકોને પણ ભાગીદાર થવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના રસીને લઈ કેંદ્ર તરફથી રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોના સહયોગથી તેના પર કામ કરી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement