શોધખોળ કરો

હૈદરાબાદમાં ભારે વરસાદ, રાજ્ય સરકારે બે દિવસ રજા જાહેર કરી

તેલંગાણાના અનેક વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હૈદરાબાદ: તેલંગાણાના અનેક વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે 12 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હવામાન વિભાગે અહીં યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. જેના બાદ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારે આજે અને આવતીકાલે બે દિવસ રજાની જાહેરાત કરી દીધી છે. તેલંગાણા સરકારે તમામ ખાનગી સંસ્થાઓ/ કાર્યાલયો/ બિન જરૂરી સેવાઓ માટે વર્ક ફ્રોમ હોમ એડવાઈઝરી સાથે આજે અને કાલે રજાની જાહેરાત કરી દીધી છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈમરજન્સી હોય તોજ બહાર નીકળવા જણાવ્યું છે. ચંદ્રાયનગુટ્ટુ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં દીવાલ ધરાશાયી થવાની બે ઘટનાઓમાં એક બાળક સહિત 10 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે જણાવ્યું કે, અહીં વરસાદના કારણે ઈબ્રાહિમપટ્ટનમ વિસ્તારમાં એક જૂના મકાનની છત ધરાશાયી થતા 40 વર્ષની એક મહિલા અને તેની દિકરીનું મોત થયું છે. મંગળવારે મોડી રાતે ચંદ્રાયનગુટ્ટામાં એક પહાડ પરથી કેટલાક પત્થરો ધસી પડતા બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી. તેમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. સત્તાવાર આંકડા અનુસાર, મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરિ જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મિમી વરસાદ થયો અને યદાદ્રી-ભાોગીર જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મિમી વરસાદ નોંધાયો છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ છે. સત્તાવાર આંકડા અનુસાર, મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરિ જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મિમી વરસાદ થયો અને યદાદ્રી-ભાોગીર જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મિમી વરસાદ નોંધાયો છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ છે. શહેરના અનેક રસ્તાઓ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસ દળો, એનડીઆરએફ અને જીએચએમસીના ડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અહી ઉપ્પલમાં પાણી ભરાતા એક સરકારી બસ ફસાઈ હતી તેમાંથી 33 જેટલા મુસાફરોને બચાવાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget