શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાત્રે મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો, હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી? જાણો વિગત
અરબ સાગરમાં ઊભા થયેલા દાબણનું ક્ષેત્ર ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી કેટલાંક દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો-છવાયો વરસાદ પણ પડશે
મુંબઈ: દેશમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવા છતાં પણ મુંબઈ સહિત દેશના ઘણાં ભાગોમાં હજુ છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં સોમવારે પણ સવારથી હળવો વરસાદ પડ્યો હતો જ્યારે રાત્રે મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
મુંબઈમાં શુક્રવારે અને શનિવારે પણ છૂટો-છવાયો વરસાદ પડ્યો હતો અને સોમવારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી પણ કરી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે મુંબઈમાં વરસતા વરસાદમાં પણ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા.
હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં ઊભા થયેલા દાબણનું ક્ષેત્ર ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી કેટલાંક દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો-છવાયો વરસાદ પણ પડશે. વરસાદની આ સ્થિતિ મંગળવાર સુધી રહેવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion