કોરોનાની રસી લેવી ફરજિયાત છે કે નહીં જાણો, હાઇકોર્ટે શું આપ્યો મોટો ચુકાદો
મેઘાલય હાઇકોર્ટે ગુરૂવારે સરકારને કહ્યું કે, લોકોને કોવિડની વેક્સિન માટે લોકોને મજબુર ન કરી શકાય પરંતુ તેને આ માટે અનરોધ કરી શકાય.
શિલોંગ: મેઘાલય હાઇકોર્ટે ગુરૂવારે સરકારને કહ્યું કે, લોકોને કોવિડની વેક્સિન માચે મજબુર ન કરો પરંતુ તેને આ માટે અનરોધ કરી શકાય. જબરદસ્તી વેક્સિનેશન વ્યક્તિના મૂળભૂત અધિકારીનું હનન છે. હાઇકોર્ટે આદેશમાં એવું પણ કહ્યું કે, જો કર્મચારીઓએ વેક્સિન લઇ લીધી છે તો દુકાન અને વ્યાપારિક સંસ્થાન વેક્સિનેટનો બોર્ડ લગાવે. કોર્ટે બધા જ લોકલ ટેક્સી, ઓટો રિક્ષા. અને બસ સેવાના માલિક કન્ડક્ટર, ડ્રાઇવરને વેક્સિનેટ થયા બાદ તેની જાણકારી જાહેર કરવા પણ સૂચન કર્યું છે. જેથી લોકો તેની સેવાનો ઉપયોગ કરવા અંગે નિર્ણય લઇ શકે.
મેઘાલય હાઇકોર્ટે કહ્યું કે, જબરદસ્તી કે ફરજિયાત વેક્સિનેશન ભારતીય સંવિધાનના આર્ટિકલ 19(G)મુજબ મૂળભૂત અધિકારોનું હનન મનાશે. કોર્ટે દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાનોમાં સેવા આપતા લોકોએ વેક્સિનેશન અંગેની જાણકારી જાહેર કરવાના પણ નિર્દેશ આપ્યાં છે. આજ રીતે ટેક્સી અને ઓટો ડ્રાઇવરે તેમના પણ વેક્સિનેશનની માહિતી જાહેર કરવી જોઇએ. જેથી લોકો વિના સંકોચ અને નિશ્ચિત થઇને તેની સેવાનો લાભ લઇ શકે.
મેઘાલય હાઇકોર્ટે જન હિતની અરજી પણ સુનાવણી કરતા જણાવ્યું હતું કે, વેક્સિને વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની ખોટી જાણકારી કે અફવા ફેલાવનાર સામે કાયદાકિય રીતે કડક પગલા લેવાની પણ ચેતાવણી આપી છે. મુખ્ય ન્યાયાધિશ વિશ્નનાથ સોમદ્દરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બુધવારે એક આદેશમાં કહ્યું કે, શરૂઆતમાં આ સ્પષ્ટ રીતે કહેવું જોઇએ કે, વેક્સિનેશન એ આજના સમયની માંગ જ નહી પરંતુ પરમ આવશ્યક છે. કારણ કે આ મહામારી સમગ્ર દુનિયાને તેની ઝપેમાં લઇ રહી છે. વેક્સિનેશન એક જ માત્ર એવો વિકલ્પ છે,. જેનાથી આ મહામારી પર કાબૂ મેળવી શકાય.
ઉલ્લેખનિય છે કે, કેટલીક વ્યાપારિક સંસ્થાન સહિત અનેક ઉદ્યોગ એકમોમાં પણ વેક્સિનેશનને ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મુદ્દે એક કેસની સુનાવણી દરમિયાન મેઘાલય હાઇકોર્ટે જણાવ્યું હતું કે, વેક્સિનેશન માટે કોઇ સાથે જબરદસ્તી ન કરી શકાય. તે વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન છે. વ્યક્તિને વેક્સિનેશન માટે માત્ર અપીલ અને અનુરોધ કરી શકાય છે કારણ કે મહામારીને કાબૂમાં લેવા તે જરૂરી અને પરમ આવશ્યક પગલું છે.