શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં કોરોના વકર્યો, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો નોંધાયા, જુઓ રાજ્યવાર આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,31,868 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 147નાં મોત થયા છે અને 6700થી વધારે નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ સાથે જ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1.30 લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,31,868 પર પહોંચી છે. 3867 લોકોના મોત થયા છે અને 54,440 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 73,560 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 1577, ગુજરાતમાં 829, મધ્યપ્રદેશમાં 281, દિલ્હીમાં 231, આંધ્રપ્રદેશમાં 56, આસામમાં 4, બિહારમાં 11, ચંદીગઢમાં 3, હરિયાણામાં 16, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 21, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 42, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 39, રાજસ્થાનમાં 160, તમિલનાડુમાં 103, તેલંગાણામાં 49, ઉત્તરાખંડમાં 2, ઉત્તરપ્રદેશમાં 155 અને પશ્ચિમ બંગાળમાં 269 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 47,190 પર પહોંચી છે. તમિલનાડુમાં 15,512, ગુજરાતમાં 13,664, દિલ્હીમાં 12,910, રાજસ્થાનમાં 6742, મધ્યપ્રદેશમાં 6371, ઉત્તરપ્રદેશમાં 6017, આંધ્રપ્રદેશમાં 2757, પંજાબમાં 2045, તેલંગાણામાં 1813, પશ્ચિમ બંગાળમાં 2338 સંક્રમિતો નોંધાયા છે.
દેશમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસમાં તીવ્ર ઉછાળાનું એક કારણ પરપ્રાંતીય મજૂરોનું વતન પરત ફરવું છે. પરપ્રાંતીય મજૂરો તેમના ગામમાં પહોંચ્યા બાદ ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion