Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ
ગુજરાતમાં પણ શિક્ષકો હાલમાં SIR ની કામગીરી કરી રહ્યા છે. શિક્ષકોને સોંપવામાં આવેલા આ કામને મામલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

ગાંધીનગર: હાલમાં સમગ્ર દેશમાં SIRની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ SIR ની કામગીરી શિક્ષિકો દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ શિક્ષકો હાલમાં SIR ની કામગીરી કરી રહ્યા છે. શિક્ષકોને સોંપવામાં આવેલા આ કામને મામલે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમકે શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. બીજી તરફ શિક્ષિકોમાં આ કામને લઈ જોરદાર તણાવ વધ્યાંની પણ એક ચર્ચા ચર્ચાઇ રહી છે. આ દરમિયાન છેલ્લા 3 દિવસમાં 2 શિક્ષકોના મૃત્યુએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દિધો છે. ખેડામાં એક શિક્ષકને હાર્ટઅટેક જ્યારે કોડિનારમાં એક શિક્ષકની આત્મહત્યાની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં શિક્ષકોમાં ભયંકર આક્રોશ છે.
3 દિવસમાં 2 શિક્ષકોના મોત
SIRની કામગીરી દરમિયાન 2 શિક્ષકોના મોત થયા છે. આ ઘટનાની સાથે SIRની કામગીરીના કારણે શિક્ષકો પણ કામનો ડબલ બોજ વધી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. તણાવ વધતા શિક્ષકે આત્મઘાતી પગલું ભર્યું હોવાની ધારણા લોકો સેવી રહ્યાં છે. બીજી તરફ શિક્ષક વર્ગનો પણ કંઇક આવો જ સૂર છે કે શિક્ષણની સાથે આ કામગીરીની જવાબદારી આવતા શિક્ષકોનો માનસિક તણાવ વધી ગયો છે.
બે શિક્ષકના મૃત્યથી શિક્ષણ જગતમાં જોરદાર આક્રોશ
3 દિવસમાં BLOની કામગીરી સાથે સંકળાયેલા 2 શિક્ષકના મૃત્યુના સમાચારને કારણ સમગ્ર ગુજરાતમાં શિક્ષણજગત સ્તબ્ધ થઈ ગયું છે. બે શિક્ષકના મૃત્યથી શિક્ષણ જગતમાં જોરદાર આક્રોશ છે. કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. અરવિંદ વાઢેરની કથિત સુસાઈડ નોટ પણ વાયરલ થઈ છે.
મૃતક શિક્ષકના પરિવારને 1-1 કરોડના વળતરની માંગ
કથિત સુસાઈડ નોટમાં કામગીરીના ટેન્શનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારને 1-1 કરોડના વળતરની માંગ કરવામાં આવી રહી છે. BLOની કામગીરી તણાવગ્રસ્ત હોવાનો પણ શિક્ષકોનો મત છે. SIRની ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાનું એલાન શૈક્ષિક સંઘે કર્યું છે. કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. કામગીરી માટે અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ છે. રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવાની સૂચના આપી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાલ તો સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO રમેશભાઈ પરમારનું હાર્ટ એટેકેથી મોત થયું. મૃતક રમેશભાઈ મંગળવારે મોડી રાત્રે મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવીને સૂતા હતા. પખવાડીયાથી બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવતા મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.





















