શોધખોળ કરો
ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસની બહેરીન યાત્રા પર, આતંકવાદ અંગે કરશે ચર્ચા
![ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસની બહેરીન યાત્રા પર, આતંકવાદ અંગે કરશે ચર્ચા Home Minister Rajnath Singh To Embark On Three Days Visit To Bahrin ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસની બહેરીન યાત્રા પર, આતંકવાદ અંગે કરશે ચર્ચા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11175708/125165-rajnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસની બહરીન યાત્રા પર જશે. અહીં તેઓ આતંકવાદને લઈને પાકિસ્તાનને ઘેરવા માટે પ્રયત્ન કરશે. સાથે જ દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવા માટે પણ પ્રયત્ન કરશે.
ગૃહમંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન બહરિનનાં શાહ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે તેમજ ત્યાંના ગૃહમંત્રી રાશિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે પણ મુલાકાત કરશે. જેમાં તેઓ આતંકવાદ સામે કાર્યવાહી કરવા પર વાતચીત કરી શકે છે.
સાથે જ તેઓ દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાની ભારતની માંગ કરશે. ડિ-કંપનીની પ્રોપર્ટી લીસ્ટ પણ રાજનાથ સિંહ બહેરિનને સોંપશે. દાઉદનો કાળો કારોબાર બહેરીનમાં પણ ચાલી રહ્યો છે. જે અંગે અગાઉ 2015માં પણ ભારતે બહેરીન સરકારને માહિતી આપી હતી. અગાઉ દાઉદનો ભાઈ અનિસ ઈબ્રાહિમની બહેરીનથી ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રી જ્યારે ફરીથી બહેરીનનાં પ્રવાસે છે. ત્યારે દાઉદ પર પણ સકંજો કસવાનો પ્રયત્ન કરશે. કારણ કે, પાકિસ્તાન હાલ તેને જમાઈની જેમ સાચવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, બહરિન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોંફરેન્સનો મુખ્ય સભ્ય છે. અને પાકિસ્તાન પણ આ સમૂહમાં શામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)