શોધખોળ કરો
Advertisement
Bharat Bandh પહેલા કેન્દ્રએ રાજ્યોને મોકલી એડવાઈઝરી, શું આપ્યા આદેશ ? જાણો
નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહી છે. ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહી છે. ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતો તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે, ભારત બંધ દરમિયાન શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવશે. ભારત બંધના સંમર્થનમાં કૉંગ્રેસ સહિત દેશભરના 11 રાજકીય પક્ષોએ પોતાનું સમર્થન આપ્યું છે. તેની વચ્ચે દેશવ્યાપી બંધને જોતા કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવાની સાથે સાથે કાયદો - વ્યવસ્થાને અને શાંતિ જાળવી રાખે. તેની સાથે જ, એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોવિડ-19 ના દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે અને સામાજિક અંતર જાળવવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ સત્ર દરમિયા કૃષિ સુધાર સંબંધિત ત્રણ કાયદા પાસ કરવામાં આવ્યા હતા. તેના બાજ એમએસપીને લઈ ખેડૂતો તરફથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement