14 August In India: જયરામ રમેશનો ભાજપ પર આરોપ- ' દેશના ભાગલા સમયની દર્દનાક ઘટનાની યાદ અપાવી રાજનીતિ કરી રહ્યા છે લોકો'
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ પર ભારતના ભાગલાની દર્દનાક ઘટનાઓનો રાજકીય રીતે દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે
14 August In India: કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ પર ભારતના ભાગલાની દર્દનાક ઘટનાઓનો રાજકીય રીતે દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જયરામે કહ્યું હતું કે Partition Horror Memorial Day ઉજવવા પાછળ વડાપ્રધાનનો વાસ્તવિક હેતુ પોતાના રાજકીય લાભ માટે સૌથી પીડાદાયક ઐતિહાસિક ઘટનાઓનો ઉપયોગ કરવાનો છે. દેશ માટે આ એક દર્દનાક ઘટના હતી, આ ભાગલાથી લાખો લોકો વિસ્થાપિત થયા અને અનેક લોકોના જીવ ગયા હતા. એ લોકોના બલિદાનને ભૂલવું જોઈએ નહીં. તેઓને અપમાનિત કરવા જોઇએ નહીં.
'विभाजन विभीषिका स्मृति दिवस #PartitionHorrorsRemembranceDay 'पर एक ऐतिहासिक दस्तावेज हाथ लगा है। जिसमें सावरकर जिन्ना को पाकिस्तान की मांग करने के लिए बधाई दे रहे हैं !
— Amrish Ranjan Pandey (@pandey_amrish) August 14, 2022
इस ऐतिहासिक दस्तावेज पर संघ परिवार के लोगों की क्या राय है? क्या सावरकर और जिन्ना एक दूसरे के पूरक नहीं हैं? pic.twitter.com/R3CDOXTuqi
ભાગલા સમયની ઘટનાઓનો દુરુપયોગ કરવો જોઇએ નહીં
જયરામ રમેશે અનેક ટ્વિટ કરીને લખ્યું હતું કે ભાગલા સમયની ઘટનાઓનો દુરુપયોગ નફરત અને પૂર્વગ્રહને ભડકાવવા માટે ન થવો જોઈએ. સત્ય એ છે કે સાવરકરે બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો અને જિન્નાએ તેને આગળ વધાર્યો હતો. પટેલે લખ્યું હતું કે મને લાગે છે કે જો ભાગલાને સ્વીકારવામાં નહીં આવે તો ભારત ઘણા ટુકડાઓમાં વહેંચાઈ જશે.
1. 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाने के पीछे प्रधानमंत्री की वास्तविक मंशा सबसे दर्दनाक ऐतिहासिक घटनाओं को अपने राजनीतिक लाभ के लिए इस्तेमाल करना है। लाखों लाख लोग विस्थापित हुए और जानें गईं। उनके बलिदानों को भुलाया या अपमानित नहीं किया जाना चाहिए।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 14, 2022
રમેશે આગળ લખ્યું હતું કે શું આજે વડાપ્રધાન જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને પણ યાદ કરશે, જેમણે સરતચંદ્ર બોઝની ઈચ્છા વિરુદ્ધ બંગાળના વિભાજનને સમર્થન આપ્યું હતું અને સ્વતંત્ર ભારતના અગાઉના પ્રથમ કેબિનેટમાં સામેલ થયા હતા જ્યારે વિભાજનના દર્દનાક પરિણામ સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા હતા ? દેશને વહેંચવા માટે આધુનિક સમયના સાવરકર અને ઝિન્નાના પ્રયાસો આજે પણ ચાલુ છે. ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ગાંધી, નેહરુ, પટેલ અને અન્ય નેતાઓના વારસાને આગળ વધારતા દેશને એકજૂથ રાખવાનો પ્રયાસ ચાલુ રાખશે, નફરતની રાજનીતિ હારશે.
3. क्या प्रधानमंत्री आज जनसंघ के संस्थापक श्यामा प्रसाद मुखर्जी को भी याद करेंगे, जिन्होंने शरत चंद्र बोस की इच्छा के खिलाफ बंगाल के विभाजन का समर्थन किया था, और स्वतंत्र भारत के पहले कैबिनेट में शामिल हुए, जब विभाजन के दर्दनाक परिणाम स्पष्ट रूप से सामने आ रहे थे?
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 14, 2022
સંઘના ડીપી પર ત્રિરંગો જોઈને પટેલનો આત્મા ખુશ થશે.
સંઘના ડીપી પર તિરંગો જોઈને સરદાર પટેલની આત્મા ખૂબ જ ખુશ થશે. કારણ કે 1948માં તેમણે મહાત્મા ગાંધીની હત્યામાં કથિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે સંઘના નેતા પ્રતિબંધ હટાવવાની માંગ સાથે તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલને મળ્યા હતા. ભારતની આઝાદીની 25મી, 50મી અને 60મી વર્ષગાંઠ નિમિતે સંસદના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. અફસોસની વાત છે કે 75મી વર્ષગાંઠ પર આ પ્રકારનું કોઇ આયોજન કરાયું નથી. આ અવસરને ફક્ત સર્વજ્ઞાનીની છબીને ચમકાવવા સુધી સીમિત કરી દેવામાં આવ્યું છે.