Indian Citizenship: સાડા ત્રણ વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ છોડી નાગરિકતા ? જાણો સરકારે શું આપ્યો જવાબ
ચાલુ વર્ષ 2023માં જૂન મહિના સુધી કુલ 87,026 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપ્યો છે.
![Indian Citizenship: સાડા ત્રણ વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ છોડી નાગરિકતા ? જાણો સરકારે શું આપ્યો જવાબ How many Indians leaves citizenship know what External Affairs Minister S Jaishankar told Indian Citizenship: સાડા ત્રણ વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ છોડી નાગરિકતા ? જાણો સરકારે શું આપ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/19/96f5ba971a530f6feae94b62d503239c168448718789276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Parliament Of India: કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 4,74,246 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશોની નાગરિકતા મેળવી ત્યાં સ્થાયી થયા છે. જ્યારે ચાલુ વર્ષ 2023માં જૂન મહિના સુધી કુલ 87,026 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપ્યો છે.
લોકસભા સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે વિદેશ મંત્રીને પૂછ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. ઉપરાંત, તેઓએ કયા દેશોની નાગરિકતા મેળવી છે. નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 12 વર્ષમાં સૌથી વધુ છે?
કેટલા લોકોએ છોડી નાગરિકતા
આ પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે 2020માં 85,256 ભારતીયોએ, 2021માં 1,63,256 અને 2022માં 2,25,620 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. જ્યારે જૂન 2023 સુધીમાં આ સંખ્યા 87,026 છે. એસ જયશંકરે કહ્યું કે છેલ્લા બે દાયકામાં મોટી સંખ્યામાં ભારતીયો વૈશ્વિક કાર્યસ્થળો શોધી રહ્યા છે. આમાંથી ઘણા લોકોએ અંગત સગવડતાના કારણે અન્ય દેશોની નાગરિકતા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે આ અંગે સંજ્ઞાન લીધું છે અને મેક ઈન ઈન્ડિયાની આસપાસ આવા ઘણા પ્રયાસો કર્યા છે, જેથી કરીને તેમની પ્રતિભા દેશોમાં જ વિકસિત થઈ શકે. તેમણે કહ્યું કે સરકારે કૌશલ્યો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે.
નાણામંત્રીએ કહ્યું કે વિદેશમાં રહેતો ભારતીય સમુદાય આ દેશ માટે એક સંપત્તિ છે. સરકારે ભારતીય સમુદાય સાથે જોડાણ કરવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ભારતીય સમુદાયનો અર્થ ભારત માટે ઘણું છે. તેમણે કહ્યું કે સરકારનો અભિગમ આ ડાયસ્પોરાના નેટવર્કનો ઉપયોગ ભારતને ફાયદો કરાવવાનો છે.
ભારતીયોએ કુલ કેટલા દેશની નાગરિકતા મેળવી
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીયોએ કુલ 130 દેશોની નાગરિકતા મેળવી છે, જેમાં અમેરિકા, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, સ્વીડન, પોર્ટુગલ, ઈઝરાયેલ, બહામાસ જેવા દેશોનો સમાવેશ થાય છે.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)