શોધખોળ કરો

ગાંધીની સ્મૃતિના હત્યારાઓ સામે કેવી રીતે લડવું ?

ભારતમાં ગાંધીની સ્મૃતિઓની હત્યા કરનારા આજે દરેક જગ્યાએ છે.

(લેખક - વિનય લાલ):  ભારતમાં ગાંધીની સ્મૃતિઓની હત્યા કરનારા આજે દરેક જગ્યાએ છે. તે ભારત-ભૂમિના તમામ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે, તે કાયદાકીય ઇમારતોમાં છે, તે દેશના રાજમાર્ગોથી લઈ નાની-નાની ગલીઓ અને સૌથી વધારે તો એ મધ્યમવર્ગના ઘરોમાં છે જ્યાં એવી માન્યતા છે કે દેશના ભાગલા માટે ગાંધી જ જવાબદાર હતા. જ્યાં તેમને મુસ્લિમ હિમાયત અને તુષ્ટિકરણ સાથે જોડીને નિંદા કરવામાં આવે છે. તેઓને આધુનિકતા વિરોધી કહેવામાં આવે છે. અહિંસાના સિદ્ધાંતોની હિમાયત કરવા બદલ તેમનો ઉપહાસ કરવામાં આવે છે. રાજકારણમાં પવિત્રતા બનાવી રાખવામા તેમના લક્ષ્યની વાત પર કટાક્ષ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એવો દિવસ આવી ગયો, જ્યારે 'રાષ્ટ્રપિતા' ને બહાર લાવવા પડે છે અને તેમના આદર સન્માનના પાખંડ કરવામાં આવે છે જેથી વિશ્વ જોઈ શકે કે દેશમાં મહાપુરૂષો-સંતો-પૈગંબરોનું સન્માન કરવામાં આવે છે. સમગ્ર દેશ ગાંધી જીની હત્યાના દિવસે, 30 જાન્યુઆરીએ તેમને યાદ કરે છે. દર વર્ષે આ દિવસે દેશ ચલાવનારા શક્તિશાળી રાજનેતા, આધિકારિક રૂપથી 'શહીદ દિવસ' પર બે મિનિટ મૌન પાળે છે. દયા અને કરુણાના શબ્દોથી, આ પ્રતિષ્ઠિત લોકો રાજઘાટની મુલાકાત લે છે અને તેમના મોંઢામાંથી શાંતિ અને ધર્મની ક્યારેય ન ભૂલાય તેવી વાતો કરે છે. ત્યાર બાદ તાત્કાલિક સરકાર તેના કામ પર પરત ફરે છે અને વિરોધીઓને ચૂપ કરવા તથા માનવાધિકાર કાર્યકરોને જેલમાં નાખવાનું કામ શરૂ કરે છે. હજારો વર્ષો પહેલા મહાભારતમાં ‘અહિંસા પરમો ધર્મ’ની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં ભારતમાં બે ચોંકાવનારા સમાંતર બાબતો બની છે. એક તરફ, ગાંધી પરના હુમલાઓ વધી ગયા છે અને તેમના હત્યારા નથુરામ ગોડસેને પુનસ્થાપિત કરવા માટે વ્યવહારિક પ્રયાસો કરવામાં આવ્યા છે. માત્ર બે અઠવાડિયા પહેલા, દેશની રાજધાની દિલ્હીથી 200 માઇલ દક્ષિણમાં ગ્વાલિયર ખાતે હિન્દુ રાષ્ટ્રવાદીઓની એક મોટી ભીડ ગોડસે જ્ઞાનશાળાના ઉદ્ધાટનના જશ્નની ઉજવણી માટે એકઠી થઈ હતી. અહીં એક પુસ્તકાલય બનાવવામાં આવ્યું, જેમાં નાગરિકોને હવે મહાન દેશભક્ત કહેનારા વ્યક્તિ વિશે 'જ્ઞાન' આપવાની વ્યવસ્થા હતી. 1949માં ફાંસી પર લટકાવવામાં આવેલા ગોડસેનું આવું મહિમામંડળ કેટલાક દશકો પહેલા સુધી મુખ્ય રૂપથી મહારાષ્ટ્રના પુણેમાં ચોરી છુપે થતું રહેતું, જ્યાં તેનો જન્મ થયો હતો. હત્યારા નાથૂરામના ભાઈ ગોપાલ ગોડસે અને વિષ્ણુ કરકરેને ગાંધીની હત્યામાં ષડયંત્રકારી ભૂમિકા નિભાવવા માટે આજીવન કેદની સજા થવા છતા 1964માં છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારે હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા તેમના સ્વાગતના આયોજનમાં માત્ર 200 લોકોએ ભાગ લીધો અને નાથૂરામ ગોડસેને 'દેશ ભક્ત' ગણાવવામાં આવ્યો. એ દિવસોમાં આ મુદ્દો દેશની સંસદમાં ઉઠ્યો અને તેના પર ખૂબ જ હંગામો થયો હતો. હિન્દુ રાષ્ટ્રવાદનું વર્તમાન પુનરુત્થાન 1980 ના દાયકાના અંતિમ વર્ષોથી જોવા મળે છે, જ્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો ગોડસેની તરફેણમાં બોલવા લાગ્યા હતા પરંતુ છેલ્લા સાત વર્ષોમાં હાલની હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર સત્તા પર આવ્યા પછી આવા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મે 2019માં થયેલી ચૂંટણીમાં આતંકવાદના આરોપમાં ઘણા વર્ષો સુધી જેલમાં રહી બહાર આવનારી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ખુલીને કહ્યું, 'નાથૂરામ ગોડસે દેશ ભક્ત હતા, છે અને રહેશે.' સાધ્વી ભોપાલની સંસદીય બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી હતી અને ત્યાં જીત મેળવી હતી. ગાંધીના હત્યારાનું મહિમામંડન ભારતમાં રાજકીય સફળતાનો સીધો પાસપોર્ટ બની ગયો છે. ઘણા લોકો દલીલ કરી શકે છે કે ગોડસેને માનનારા લોકોની સંખ્યા વધારીને બતાવવામાં આવે છે. ગ્વાલિયરમાં ખુલેલી લાઈબ્રેરીનો એવો વિરોધ થયો કે તેને બે દિવસમાં બંધ કરી દેવી પડી. પરંતુ તેનાથી અલગ સ્થિતિનું પ્રમાણ પણ જોવા મળે છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરના ટ્વિટર પર બે લાખ ફોલોઅર્સ છે, જે રાતોરાત દસ ગણા વધી શકે છે. સત્ય એ છે કે ભાજપ નેતૃત્વએ મહાત્મા ગાંધીના રાષ્ટ્રપિતા હોવાના તથ્યને ધ્યાનમાં રાખી પ્રજ્ઞા સિંહ ઠાકુરના ગોડસેને મહાન દેશ ભક્ત બતાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડવું જોઈએ. એ સત્યને નકારી ન શકાય કે સોશિયલ મીડિયા પર હત્યારાથી સહમત થનારા ઘણા લોકો છે અને તેમની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગોડસે-પ્રશંસકો દ્વારા કરવામાં આવતા હંગામાથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ગાંધીના હત્યારાના પક્ષમાં લોલક ક્યાં સુધી લહેરાયુ છે. અત્યાર સુધીનો વૈચારિક મહત્વનો મુદ્દો એ છે કે આધુનિક ઈતિહાસમાં ગાંધી જે અહિંસાની વાત કરતા હતા, તે સામાન્ય લોકોના દરરોજના શબ્દકોશથી ધીમેધીમે ગુમ થઈ રહી છે. અહિંસા હવે ભાષા, અહીં સુધી કે બોલચાલમાં પણ બચી. વિશ્વની શાસક શક્તિઓ હિંસાની લગામ ધરાવે છે, પરંતુ ભારતમાં સર્વોચ્ચ સત્તા સમજી ગઈ હતી કે તે સભ્ય સમાજના મોટા ભાગમાં હિંસાને 'આઉટસોર્સ' કરી શકે છે. એટલે ઘણા લોકોએ એ જોયું અને અનુભવ્યું છે કે ભારતમાં ખાસ કરી ટ્રોલ્સની ભાષા ગોળો, અશ્લીલ અને ખતરનાક રીતે હિંસક છે. તેમની ભાષા એ ગુંડાઓ જેવી છે કે રસ્તા પરથી હિંસા પૂર્ણ કરવા પોતે ઠેકેદાર બની જાય છે. અહિંસાની આ ભૂમિની પ્રાય વાયુ હવે હિંસક થઈ ગઈ છે. તેમના સમયમાં જ, ગાંધીનું વ્યક્તિત્વ એ ઉંચાઇ પર પહોંચી ગયું હતું કે તેમના નજીકના સાથી અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વિદેશી લોકોને સરળતાથી કહેતા હતા: ઈન્ડિયા ઈઝ ગાંધી (ગાંધી જ હિન્દુસ્તાન છે). આની પાછળનો વિચાર એ હતો કે ભારતે મુખ્યત્વે તેના અહિંસક પ્રતિરોધ દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી અને ગાંધીએ કંઈક એવું આપ્યું હતું જે ભારતની પોતાની ઉપલબ્ધિઓ બતાવતા, દુનિયાને તેની અનુસરણ કરવા પ્રેરિત કરી શકતું હતું. અહિંસાવાદી વિચારોને નબળા, સ્ત્રેણ અને અન્ય સાંસારિક્તાઓના ત્રિકોણથી મુક્ત કરી મજબૂતીથી સ્થાપિત કરવા માટે ગાંધીને પણ નાયકોની જેમ સંઘર્ષ કરવો પડ્યો હતો. કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ કે પોતાના અનુયાયિઓ પાસેથી પૌરુષ પુનઉત્થાનનું આહ્વાન કરનારા હિંદુ રાષ્ટ્રવાદ સંભવત: એ વાતને લઈ પૂરી રીતે અતિ ભાવૂક થઈ ચૂક્યા છે કે અહિંસા માત્ર નબળાનું શસ્ત્ર છે. તેમ છતાં, તાજેતરના વર્ષોમાં જોવા મળી રહ્યું છે, ગાંધીની યાદોને મારવામાં લાગેલા લોકોએ હજી ખૂબ મહેનત કરવી પડશે કારણ કે ગાંધી દરેક જગ્યાએ વસ્યા છે. ડિસેમ્બર 2019માં મુખ્યરીતે ઘણા મોટી ઉંમરના અને લગભગ અશિક્ષિત મહિલાઓ એક અતિવિશિષ્ટ આંદોલનમાં અહિંસક પ્રતિરોધ કરતી જોવા મળી. કથિત રીતે તેમને અલગ-અલગ અને તેમના અધિકારોને શિથિલ કરનારા નાગરિક્તા સંશોધન કાયદા સહિત અનેક સરકારી અધિનિયમોની વિરુદ્ધ તે સત્તા સામે અહિંસાને શસ્ત્ર બનાવી ઉભા રહ્યા. દિલ્હીના એ શાહીન બાગથી પ્રેરિત થઈ સમગ્ર દેશમાં ઘણા શાહીન બાગ અસ્તિત્વમા આવ્યા. ત્રણ મહીના બાદ કોરોના મહામારીની આડમાં સરકારને તે સમાપ્ત કરવાનું બહાનું મળ્યું, જ્યારે આ આંદોલન તેમના નિયંત્રણથી બહાર હતું. અહિંસાની સાથે ભારતના પ્રયોગોનું એક નવો અધ્યાય હવે ખેડૂત આંદોલન લખી રહ્યો છે. ગાંધીની સ્મૃતિના હત્યારાને નિષ્ફળ બનાવવાની એક રીત એ છે કે તેમના જ વિચારો અનુસાર એ છે કે અહિંસાના વિચારને આપણ સમયના અનુરૂપ ઢાળી નવુ રૂપ આપવામાં આવે. ઈતિહાસના હાલના સમયમાં તેનાથી મોટું બીજુ કોઈ કામ ન હોઈ શકે. ( વિનય લાલ  લેખક, બ્લોગર અને UCLAમાં ઇતિહાસના પ્રોફેસર છે ) (નોંધ- ઉપર આપેલા વિચાર અને આંકડા લેખકના વ્યક્તિગત વિચાર છે. એ જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ સહમત હોય. આ લેખ સાથે જોડાયેલા તમામ દાવા અથવા વાંધા માટે ફક્ત લેખક જ જવાબદાર છે.)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
U19 Women's T20 Asia Cup 2024: એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું
U19 Women's T20 Asia Cup 2024: એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
U19 Women's T20 Asia Cup 2024: એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું
U19 Women's T20 Asia Cup 2024: એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું
ગેરકાયદેસર રીતે લોન આપનારાઓને મળશે આટલી ભયાનક સજા! સરકાર લાવવા જઇ રહી છે બિલ
ગેરકાયદેસર રીતે લોન આપનારાઓને મળશે આટલી ભયાનક સજા! સરકાર લાવવા જઇ રહી છે બિલ
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
lifestyle: શું વધુ પડતા તડકામાં રહેવાથી કેન્સરનું જોખમ વધે છે? જાણો શું છે સત્ય
lifestyle: શું વધુ પડતા તડકામાં રહેવાથી કેન્સરનું જોખમ વધે છે? જાણો શું છે સત્ય
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget