શોધખોળ કરો
Advertisement
આપના સુધી કેવી રીતે પહોંચશે કોરોના વેક્સિન? જાણો સરકારનો પુરો પ્લાન
સ્વાસ્થ્ય મંત્રાલયે દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન માટેનો પ્લાન પહેલાથી તૈયાર કરી રાખ્યો છે. આ માટે બે ડ્રાઇ રન એટલે કે મોક ડ્રિલ પણ થઇ ગયું છે. તો બીજી તરફ વેક્સિનેશન પ્રોટોકોલ પણ તૈચાર કરવામાં આવ્યો છે એટલે કે વેક્સિન કયા લોકોને કેવી રીતે આપવામાં આવશે, વેક્સિનેશનના પહેલા તબક્કામાં 30 કરોડ લોકોને વેક્સિનેશન આપવાની યોજના છે.
નવી દિલ્હી: કોરોના સામે યુદ્ધ લડવા માટે વેક્સિનેશન શસ્ત્ર તૈયાર થઇ ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં આવતા અઠવાડિયાથી વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ શકે છે. વેક્સિનેશન માટે દરેક રાજ્યોમાં તડામાર તૈયારી થઇ રહી છે. નિર્ધારિત પ્રક્રિયા મુજબ વેક્સિનેશનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી બાદ 10 દિવસ પછીથી રોલ આઉટ પ્રક્રિયા શરૂ થઇ શકે છે. જે મુજબ 13 જાન્યુઆરી બાદ વેક્સિનેશન શરૂ થઇ શકે છે. હાલ બે વેકિસનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. જેમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રેજેનકાના સંયુક્ત પ્રયાસથી પૂનાની કંપની સિરમ ઇસ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કોવિશિલ્ડ અને હૈદરાબાદની કંપની બાયોટેકમાં બનેલી કોવિક્સિન સામેલ છે.
ભારત ડ્રગ રેગુલેટર ડીસીજીઆઇએ 3 જાન્યુઆરી 2021એ આ બંને વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. હવે વેક્સિનને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે આટલા માટો પાયે શરૂ થનાર વેક્સિનેશનનો પ્લાન શું હશે અને કેવી રીતે દરેક વ્યક્તિ સુધી પહોંચશે તે જાણવાની જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. તો જાણીએ આટલા મોટા પાયે શરૂ થનાર વેક્સિનેશન માટે શું યોજના છે.
પહેલાથી પ્લાન તૈયાર
સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનેશન માટે પહેલાથી પ્લાન તૈયાર કરી દીધો છે. પહેલા તબક્કામાં 30 કરોડ લોકોને વેક્સિન આપવાનો પ્લાન છે. જેમાં સૌથી પહેલા હેલ્થ કેર વર્કરને વેક્સિન અપાશે. જેની સંખ્યા અંદાજિત એક કરોડ છે. ત્યારબાદ 2 કરોડ ફ્રન્ટ લાઇન વર્કસ એટલે કે, રાજ્ય પોલીસ, અર્ધ સૈનિક દળ, આર્મ્ડ ફોર્સજ, સેનેટાઇજેશન વર્કસને આપવામાં આવશે. ત્યારબાદ 27 કરોડ એવા લોકો જેની ઉંમર 50 વર્ષથી વધુ હોય અને ગંભીર બીમારીથી પીડિત હોય તેવા લોકોનું વેક્સિનેશન થશે.
વેક્સિન કેવી રીતે આવશે અને કેવી રીતે અપાશે?
- સૌથી પહેલા કંપની દ્રારા તેનું ઉત્પાદન થાય છે. ત્યાર બાદ ભારત સરકાર દ્રારા સંચાલિત વેક્સિન સ્ટોર જીએમએસડી (GMSD) ડેપોમાં સુધી પહોંચાડાય છે. દેશમાં આવા 4 મોટા ડિપો છે. જે કોલકતા, કરનાલ, મુંબઇ, ચેન્નઇમાં છે. આ ચાર જગ્યાથી દેશમાં વેક્સિનની સપ્લાય કરાશે. આ ચાર જગ્યાએ કંપની દ્વારા એર ટ્રાન્સપોર્ટ દ્રારા વેકિસન સપ્લાય કરાઇ છે.
- વેક્સિન (GMSD) સ્ટોરમાંથી રાજ્યના વેકિસન સ્ટોરમાં પહોંચાડવામાં આવશે. ભારતમાં હાલ 37 વેક્સિન સ્ટોર છે. વેક્સિનને રેફ્રિજરરેટરમાં સ્ટોર કરીને અથવા તો ઇન્સુલેટેડ બેન્કના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. આ રીતે 4 GMSD ડેપો અને 37 રાજ્યના વેક્સિન સ્ટોરને મેળવવામાં આવે તો કુલ દેશમાં 41 સ્ટોરેજ પ્લાન્ટ છે. આ સ્ટોરેજ પ્લાન્ટથી વેક્સિનને આગલ પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશની હોય છે.
- આ રીતે વેક્સિન સ્ટોરેજથી જિલ્લા ડિસ્ટ્રિક્ટ વેક્સિન સ્ટોરમાં પહોંચાડવામાં આવે છે. જેમાં ટેમ્પરેચર કેન્ટ્રોલ ફેસિલિટી હોય છે.અહીં વેક્સિન રેફ્રિજરેટેડ અથવા ઇન્સુલેટેડ વેન દ્વારા પહોંચાડવામાં આવે છે.
- ત્યારબાદ અલગ અલગ નક્કી કરાયેલા સેન્ટર સુધી વેક્સિન ટ્રાન્સપોર્ટ ડિવાઇસમાં મોકલાશે. જે ટેમ્પરેચર કન્ટ્રોલ હશે. આ રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, હોસ્પિટલ સુધી વેક્સિન પહોંચશે.
- વેક્સિનેશનની તારીખ અને સમય જિલ્લા તંત્ર દ્રારા નક્કી કરાશે.
- ત્યારબાદ COWIN એપના માધ્યમથી લાભાર્થીઓને વેક્સિન અપાશે. લાભાર્થીઓને સમય અને સ્થળ SMSથી જણાવવામા આવશે.
- જેમને વેક્સિન મળી ગયું છે તેમની માહિતી એપ પર અપલોડ કરાશે. આ રીતે બીજી ડોઝની તારીખ અને સમય પણ એસએમએસ દ્રારા જ જણાવવામાં આવશે,. બંને ડોઝ મળ્યા બાદ ક્યૂઆર કોડ આધારિત એક ડિજિટલ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.જેને લાભાર્થી તેમની પાસે ડિજિટલી રાખી શકશે.
- વેક્સિન આપ્યા બાદ જો કોઇ આડઅસર જોવા મળશે તો તે અંગેની જાણકારી પણ COWIN એપ દ્રારા અપાશે.
- વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા COWIN એપ સાથે જોડાયેલી છે. દરેક પ્રક્રિયાની ડિટેલ એપના માધ્યમથી મળશે. તો એપ પર SMS પણ 12 ભાષામાં ઉપલબ્ધ છે.
- પહેલા તબક્કમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં એક કરોડ હેલ્થ વર્કસ, 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કસ સામેલ છે. હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટ લાઇન વર્કસને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી કારણ કે તેમના ડેટા સરકાર પાસે છે.
- વેક્સિનેશન માટે 5 લોકોની ટીમ હશે. જેને વેક્સિનેટર ઓફિસર કહેવાય છે. પહેલા વેક્સિનેશન ઓફિસર એન્ટ્રી ગેટ પર હશે. જે ડોક્યુમેન્ટસ ચેક કર્યા બાદ એન્ટ્રી આપશે. બીજો ઓફિસર એપ સાથે ડેટા મેચ કરશે. ત્રીજો ઓફિસર તીબબ હશે. જે વેક્સિન આપશે. બાકીના 2 વેન્ટીલેટર ઓફિસર 30 મિનિટ સુધી વેક્સિન અપાયેલી વ્યક્તિને ઓબ્ઝર્વ કરશે અને ભીડને નિંયત્રિત કરશે.
- વેક્સિન લગાવવાનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીનો હશે.
- એક સેન્ટર પર એક દિવસમાં અંદાજિત 200 લોકોનું વેક્સિનેશન થઇ શકશે.
- વેક્સિનેશન બાદ 30 મિનિટ દર્દીને ઓબ્ઝર્વ કરાશે
- વેક્સિન સમયે પણ સામાજિક અંતર અને સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રખાશે.
- વેક્સિન બાદ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement