શોધખોળ કરો
ભારતમાં કોરોના રસીનું માનવ પરીક્ષણ શરૂ, હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે આપી જાણકારી
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે 10 લાખના આંકડાને પાર થયું છે. મોતનો આંકડો પણ 25 હજારને પાર થયો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સતત રસીની શોધ કરવામાં આવી રહી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે દેશમાં કોરોનાની રસીનું માનવ પરીક્ષણ શરૂ થયું છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ વાતની જાણકારી આપી છે. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું, ભારતમાં તૈયાર થનારી કોરોના વાયરસની રસીનું માનવ પરીક્ષણ પીજીઓ રોહતકમાં શરૂ થઈ ગયું છે. ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનું સફળ પરીક્ષણ ઉંદર અને સસલા પર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે માનવ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અનિલ વિજના મુજબ આ રસી જે લોકોને આપવામાં આવી છે તેમાં અત્યાર સુધી કોઈ કુપ્રભાવ નથી જોવા મળ્યો. ભારત બાયોટેકને તાજેતરમાં તેના એન્ટી-કોરોના વાયરસ રસી કોવાક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે દેશના દવા નિયામકની મંજૂરી મળી હતી. દેશમાં હાલ કોરોના વાયરસને અટકાવવા માટે સાત રસીઓ વિકાસના વિવિધ તબક્કાઓ હેઠળ છે, જેમાંથી બે મનુષ્ય પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા મંજૂરી મળી ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ઝાયડસ કંપનીએ કહ્યું હતું કે આ રસી માનવ પર પરીક્ષણ શરૂ કરવા માટે અધિકારીઓની મંજૂરી મળી છે. ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે 10 લાખના આંકડાને પાર થયું છે. મોતનો આંકડો પણ 25 હજારને પાર થયો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
વધુ વાંચો





















