શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ મોટા શહેરમાં અડધાથી વધુ લોકોને લાગ્યો છે કોરોનાનો ચેપ, 75 ટકા લોકોને ખબર જ નથી પડી, જાણો વિગતે
સર્વે અનુસાર, 54 ટકા લોકોમાં સાર્સ -કૉવ-2 વિરુદ્ધ એન્ટીબૉડીઝ મળી જે બતાવે છે કે આ લોકો કોરોના સંક્રમિત થયા હતા. વળી 75 ટકા વસ્તી સીરોપૉઝિટીવ લોકોને ખબર જ નથી પડી કે તે કોરોનાથી સંક્રમિત થયા છે
નવી દિલ્હીઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક સર્વે પછી જાણવા મળ્યુ છે કે શહેરની અડધાથી વધુ વસ્તી કોઇને કોઇ પ્રકારે કોરોનાથી સંક્રમિત થઇ ચૂકી છે. ખરેખરમાં આઇસીએમઆર તરફથી કરાવવામાં આવેલા એક સર્વેમાં જેને સીરોપ્રીવિલેન્સ કહેવામાં આવે છે તેમાં આ વાતનો ખુલાસો થયો છે.
સર્વે અનુસાર, 54 ટકા લોકોમાં સાર્સ -કૉવ-2 વિરુદ્ધ એન્ટીબૉડીઝ મળી જે બતાવે છે કે આ લોકો કોરોના સંક્રમિત થયા હતા. વળી 75 ટકા વસ્તી સીરોપૉઝિટીવ લોકોને ખબર જ નથી પડી કે તે કોરોનાથી સંક્રમિત થયા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે આ સર્વે કરાવવાનો હેતુ માત્ર એટલો જ હતો કે કોરોના વિરુદ્ધ ડેવલપ થયેલી એન્ટીબૉડીનુ અનુમાન લગાવવામાં આવી શકે. વૈજ્ઞાનિકોએ આ સર્વે માટે લગભગ 9 હજાર સેમ્પલ્સ અનુસાર મહિલાઓમાં પુરુષોથી વધુ સીરોપૉઝિટીવિટી મળી આવી. વળી મહિલાઓમાં 56 ટકા તો પુરુષોમાં 53 ટકા મળી. વળી 70 વર્ષથી વધુની ઉંમર વાળા લોકોમાં સીરોપૉઝિટીવિટી ઓછી જોવા મળી, જે એ વાતને દર્શાવે છે કે તેમનુ ધ્યાનમાં વધુ રાખવામાં આવ્યુ છે.
સીસીએમબીના ડાયરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાનુ માનીએ તો હૈદરાબાદ સમયની સાથે ઇમ્યૂનિટી તરફ વધી રહ્યું છે. તેમને કહ્યું કે વેક્સિનેશનની પ્રક્રિયા આમાં વધુ ગતિ લઇને આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion