શોધખોળ કરો
'I LOVE U' નો અર્થ શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી નહીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્લીઃ 'I LOVE U' ને લઇને સુપ્રિમ કો્ર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. " કોઇ યુવતી 'I LOVE U' કહે તેનો અર્થ એ નથી કે, તે શારીરિક સંબંધ બાધવા માટે તૈયાર છે" કોર્ટે આ ટિપ્પણી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર લગાડવામાં આવેલા આરોપની સુનવણી દરમિયાન કરી હતી.
રામ રહિમ પર 17 વર્ષ પહેલા બળાત્કારનો આરોપ લાગ્યો હતો. રામ રહિમની દલીલ હતી કે, મહિલાએ 'I LOVE U' કહેતી ચી્ઠ્ઠી લખી હતી. રામ રહીમે મહિલાના હેંડરાઇટિંગની તપાસની માંગ કરી હતી. પરંતું કોર્ટે ચિ્ઠ્ઠીની હેંડરાઇટિંગન તપાસની માંગ ઠુકરાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે, ચિઠ્ઠીની ભાષાથી નથી લગાતું મહિલા શારીરિક સબંધ બાંધવાની મંજૂરી આપે છે. 1999 આ મામલામાં 3 વર્ષ બાદ 2002 માં એફઆઇઆર દાખલ થઇ હતી. આ મામલામાં પંચકૂલાની કોર્ટમાં સૂનવણી આખરી તબક્કામાં છે.
આ કેસમાં બાબા રામ રહિમની મુશ્કેલી વધી શકે છે. કોર્ટેની આ ટિપ્પણીને મહત્વની માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, બાબાને લઇને નીચલી અદાલતમાં શું નિર્ણય આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement