શોધખોળ કરો
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા CM કેજરીવાલ, હાઉસ અરેસ્ટને લઈને શું આપ્યું નિવેદન ? જાણો
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને દિલ્હી પોલીસે હાઉસ અરેસ્ટ કર્યાનો આરોપ લગાવ્યો, જેને દિલ્હી પોલીસે ફગાવ્યો હતો.

નવી દિલ્હી: કૃષિ કાયદાને લઈને આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને દિલ્હી પોલીસે હાઉસ અરેસ્ટ કર્યાનો આરોપ લગાવ્યો, જેને દિલ્હી પોલીસે ફગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે હું મુખ્યમંત્રી બનીને નહી, પરંતુ એક સામાન્ય આમ આદમી બની સિંઘુ બોર્ડર પર જઈ ખેડૂતો પાસે બેસી પરત આવવા માંગતો હતો પરંતુ મને જવા દેવામાં ન આવ્યો.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેંદ્ર સરકારે દિલ્હીના 9 સ્ટેડિયમને જેલ બનાવવાની મંજૂરી માંગી હતી અને દબાવ બનાાવ્યો હતો, પરંતુ મે ઈનકાર કરી દિધો હતો.
કેજરીવાલે કહ્યું કે, ખેડુત ભાઈઓને ભારત બંધ સફળ થવાની શુભકામના. મેં આજે સવારે સેવાદાર બનીને ખેડુતો સાથે બેસવાનું નક્કી કર્યું હતું પરંતુ ભાજપ સરકારે જવા દીધો નહી. હું ઘરેથી ભગવાનને પ્રાથના કરી રહ્યો હતો કે ખેડુતોનું આંદોલન સફળ થઈ જાય અને સરકાર તેમની માંગ માની લે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement