શોધખોળ કરો
Advertisement
અભિનંદનનો ખુલાસો, કહ્યું- 'પાક. આર્મીએ મને માર્યો નથી, પરંતુ માનસિક પરેશાન કર્યો'
નવી દિલ્હીઃ એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદને ભારત પાછા ફર્યા બાદ પહેલી વખત પાકિસ્તાનમાં તેની સાથે કરવામાં આવેલા વર્તન મુદ્દે જાણકારી આપી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાન આર્મીએ શારીરિક રીતે તેને કોઈ હાની નથી પહોંચાડી, પરંતુ માનસિક રીતે જરૂરથી પરેશાન કર્યો. એરફોર્સની નવી દિલ્હી ખાતેની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અભિનંદનને મળી રક્ષા મંત્રી સીતારમણે તેમણે પાકિસ્તાનમાં વિતાવેલા 60 કલાકની કહાણી જાણી હતી. ગઈકાલે અભિનંદન ઇન્ડિયન એરફોર્સના પ્લેનથી રાત્રે 11.45 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા.
હાલમાં અભિનંદન એરફોર્સની કેટલીક ટેસ્ટમાંથી પસાર થશે. વર્ધમાન અભિનંદને રક્ષા મંત્રીને તેમની પાકિસ્તાનની કહાણી સંભળાવી છે. 27મી ફેબ્રુઆરીએ સવારે 10.00 વાગ્યાના અરસામાં પાકિસ્તાનના જેટ પ્લેન ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ ઘટના બાદ ભારતે તેમને પાછા ધકેલા માટે ફાઇટર પ્લેનનો કાફલો મોકલ્યો હતો. આ કાફલામાં મીગ-21 બાઇસન પ્લેનના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના F-16નો પીછો કરી રહ્યાં હતા, તેમણે પીછો કરતા કરતા એક F-16 તોડી પાડ્યું હતું જ્યારે તેમનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનની સીમામાં પેરાશૂટની મદદથી ઉતર્યા હતા. વાંચોઃ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં લીધી મુલાકાત પાકિસ્તાનમાં સ્થાનિક ટોળાની વચ્ચેથી પાકિસ્તાની સેના અભિનંદનને તેમના નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે,ગુરૂવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં જણાવ્યું હતું કે અમે ભારત સાથે શાંતિ મંત્રણાના પ્રતિક રૂપે વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના બાદ દેશમાં અભિનંદનના સ્વદેશગમનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. શુક્રવારે રાત્રે વાઘા-અટારી બોર્ડર ખાતેથી પાકિસ્તાનના રાજદ્વારી અને સેનાના કાફલા સાથે અભિનંદન ભારત પહોંચ્યા હતા. ભારતીય સીમામાં ઘુસણખોરીની કોશિશ કરી રહેલા પાકિસ્તાનના F-16 વિમાનને નિશાન બનાવ્યા બાદ વિંગ કમાન્ડ અભિનંદનનું મિગ-21 બુધવારે ક્રેશ થઈ ગયું હતું. તેમણે પેરાશૂટ દ્વારા ઈજેક્ટ થવું પડ્યું. તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જતા રહ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમની અટકાયત કરી લીધી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત ફરવામાં કેમ થયો વિલંબ? જુઓ વીડિયો ગુરૂવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની સંસદમાં વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પાછો સોંપવાની જાહેરાત કરી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે, તે શાંતીની પહેલ હેટળ આ પગલું ભરી રહ્યા છે. જોકે, પાકિસ્તાન પર વિંગ કમાન્ડર અભિનંદનને પાચો આપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ હતું. જેનેવા સંધિ હેઠલ પાકિસ્તાન પાસે અભિનંદનને પાછો સોંપવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. વિંગ કમાન્ડર અભિનંદનને લઈને PM મોદીએ શું આપ્યું નિવેદન? જુઓ વીડિયોSources: After returning from Pakistan, Wing Commander Abhinandan Varthaman has informed that though he was not physically tortured by the Pakistanis; he went through a lot of mental harassment. pic.twitter.com/x7C3lFsrSR
— ANI (@ANI) March 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement