શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો જબરદસ્ત ઉછાળો, આંકડો 467ને પાર, મહારાષ્ટ્રમાં 97 કેસ
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેના કારણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત સુધી ભારતમાં 396 દર્દી કોરોના વાયરસના હતા જે હવે વધીને 467 એ પહોંચી ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
અત્યાર સુધીમાં દેશમાં કુલ મોતનો આંકડો 9 સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, જ્યાં 97 લોકો કોરોનાથી સંક્રમિત છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 29 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેના કારણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. ગઈ કાલે ગાંધીનગર અને કચ્છમાં કોરોનાવાયરસના ચેપના કેસ મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકડાઉન જાહેર થઈ ચૂક્યો છે. આ તમામ શહેરો 25 માર્ચ સુધી અંશતઃ બંધ રહેશે. દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કશું નહીં મળે ને આ ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement