શોધખોળ કરો
Advertisement
ICMRએ ભારતમાં ચીનથી આવેલા ક્યા નવા જીવલેણ રોગનો ખતરો હોવાની આપી ચેતવણી ? જાણો કઈ રીતે ફેલાય છે આ રોગ ?
આ વાયરસ મોટાભાગે ચીનમાં ક્યુલેક્સ મચ્છરોમાં અને ઉત્તરીય વિયેતનામમાં ડુક્કરોમાં મળી આવે છે.
નવી દિલ્હીઃ ચીતનથી આવેલ કોરોના વાયરસથી ભારત સહિત સમગ્ર વિશ્વ હજુ બહાર નથી આવ્યું ત્યારેજ ભારતમાં વધુ એક ચાઈનીઝ વાયરસ કેટ ક્યુની હાજરીના સંકેત મળવાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. આઈસીએમઆર અનુસાર વાયરસ માણસમાં તીવ્ર તાવ, મેનિન્જાઈટિસ અને બાળકોમાં ઈન્સેફલાઈટિસની સમસ્યા ઊભી કરી શકે છે.
કેટ ક્યુ વાયરસ (સીક્યુવી) જીનસ ઓર્થોબનિયાવાયરસ (બનિયાવીરીડે પરિવાર)ના સિમ્બુ સેરો ગ્રુપનો વાયરસ છે. ઉત્તરીય વિયેતનામમાં 2004માં બાળકોમાં એન્સેફેલિટિસીની સારવાર દરમિયાન આર્બોવાયરની પ્રવૃત્તિઓ પર નજર રાખતી વખતે મચ્છરોમાંથી આ વાયરસને સૌપ્રથમ વખત આઈસોલેટ કરાયો હતો. આ વાયરસ મોટાભાગે ચીનમાં ક્યુલેક્સ મચ્છરોમાં અને ઉત્તરીય વિયેતનામમાં ડુક્કરોમાં મળી આવે છે.
ક્યુલેક્સ મચ્છરો હુંફાળા અને ભેજવાળા વાતાવરણ તરફ આકર્ષાય છે, તેથી કળણ, તળાવ આૃથવા સરોવરની નજીકના વિસ્તારોમાં આ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોખમ વધુ છે. વધારામાં આ મચ્છરોના બ્રીડિંગ માટે બંિધયાર પાણીની આજુબાજુ અને ઉથલાવેલી ગ્રીલ તથા કચરાપેટી આદર્શ સૃથળો છે. આ મચ્છરો મોટાભાગે મળસ્કે આૃથવા સંધ્યા સમયે દેખાય છે.
ભારતીય સંદર્ભમાં મચ્છરોની કેટલીક ખાસ પ્રજાતીઓ જેવી એઈ-એજિપ્ટી, સીએક્સ-ક્વિનક્યૂફેસિટમ અને સીએક્સ-ટ્રાઈટેનિયોંહિંચસ, સીક્યૂવીને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. નિષ્ણાંતો અનુસાર સીક્યૂવી આ મચ્છરો દ્વારા માનવ શરીરમાં સરળતાથી પહોંચી શકે છે.
આઈસીએમઆર અનુસાર ઘરેલુ ડુક્કર પ્રાથમિક સસ્તુન પ્રાણી પશુ છે જેમાં આ વાયરસ મળી આવ્યો છે. જ્યારે ચીનના ડુક્કરોમાં આ વાયરસના એન્ટીબોડી મળી આવ્યા છે. તેનાથી સાબિત થાય છે કે કેટ ક્યુ વાયરસે સ્થાનીક સ્તર પર એક પ્રાકૃતિક ચક્ર વિકસિત કરી લીધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion