શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલના નિવેદન પર BJPનો પલટવાર, કહ્યું- 100 જન્મ લેશે તો પણ નહીં બની શકે સાવરકર
દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, એ લોકોએ મને કહ્યું માફી માંગો. માફી માંગુ, મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો. મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશની માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેના પર પલટવાર કર્યો હતો.
રાહુલ 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકેઃ સંબિત પાત્રા
ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતી. રાહુલ ગાંધી કલમ 370, સર્જિકલ સ્ટ્રાઇક અને સીએબી પર પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ વીર ન હોઈ શકે, સાવરકરની બરાબર પણ ન હોઈ શકે.
ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતુઃ ગિરીરાજ સિંહSambit Patra, BJP: If he (Rahul Gandhi) wants a new name, then today onward BJP will call him by the name of 'Rahul thoda sharam kar'. He should actually have a little shame, a person who compares 'Make in India' to 'Rape in India' has crossed all limits of shame and dignity. https://t.co/YNHzj32iV2
— ANI (@ANI) December 14, 2019
રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું, વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતું, કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત હોવા માટે શરીરની નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી હોવું જોઈએ. વેશ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લૂંટ્યો છે અને હવે તે નહીં થાય.
AUS vs NZ: ડેવિડ વોર્નરે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, જાણો વિગત ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........वीर सावरकर तो सच्चे देशभक्त थे...उधार का सरनेम लेने से कोई गांधी नहीं होता ,कोई देशभक्त नहीं बनता..देशभक्त होने के लिए रगों में शुद्ध हिंदुस्तानी रक्त चाहिए। वेश बदलकर बहुतों ने हिंदुस्तान को लूटा है अब यह नहीं होगा। यह तीनों कौन है ??क्या यह तीनों देश के आम नागरिक हैं?? pic.twitter.com/NTBzJhCXDI
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion