જો આવું થાય તો ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે : સરકાના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર વિજયરાઘને કોરોના વાઇરસથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશન મ્યુકોરમાઇસીસના કેસોને લઈને કહ્યું હતું કે એના પર નજર રાખી રહ્યા છીએ.
સમગ્ર દેશમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર પહેલી લહેર કરતાં પણ વધારે ખતરનાક છે. લોકો પહેલા કરતાં ઝડપથી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને મોતના આંકડા પણ વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરની તૈયારીને લઈને ચર્ચાઓ થવા લાગી છે. આ પહેલા કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું હતું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આપશે. જોકે હવે તેમણે ખુલાસો કર્યો છે કે દેશમાં આવનારી ત્રીજી લહેરને ટાળી શકાય છે.
જોકે રાઘવ અનુસાર ત્રીજી લહેરને ટાળવી હોય તો તેના માટે જરુરી છે કે લોકો સ્થાનિક પ્રશાસન, જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારે આપેલી ગાઈડ લાઈનનું કડકાઈથી પાલન કરે. એટલે કે જો કોરોનાની અત્યારે જે સ્થિતિ છે, તેનાથી બચવુ હશે તો લોકોએ માસ્ક, સેનેટાઈઝર, સામાજિક અંતર સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. બુધવારે વૈજ્ઞાનિક રાઘવને જ નિવેદન આપ્યું હતું કે ત્રીજી લહેર જરુર આવશે. તેને રોકી નહીં શકાય, પણ ક્યારે આવશે તે કહી ન શકાય.
ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર વિજયરાઘને કોરોના વાઇરસથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશન મ્યુકોરમાઇસીસના કેસોને લઈને કહ્યું હતું કે એના પર નજર રાખી રહ્યા છીએ. જો આપણે કડક ઉપાય કરીશું તો ત્રીજી લહેર દેશના દરેક જગ્યાએ નહીં આવે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
એક્ટિવ કેસ 36 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ગુરુવારે દેશમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 14 લાખ 91 હજાર 594
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 76 લાખ 12 હજાર 351
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 45 હજાર 164
કુલ મોત - 2 લાખ 34 હજાર 083