(Source: ECI/ABP News/ABP Majha)
આધાર સાથે પાન કાર્ડ લિંક નથી કર્યું?જાણો શું થઇ શકે છે આપને નુકસાન
જો સમયસીમાની અંદર આધાર કાર્ડને પાનકાર્ડની સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે.
કેન્દ્ર સરકારે બે સૌથી મહત્વના દસ્તાવેજ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખને એકવાર ફરી લંબાવી છે. તેની ડેડલાઇન 6 મહિના સુધીની રાખવામાં આવી છે. હવે આપ 31 માર્ચ 2022 સુધીમાં આ બંને મહત્વના ડોક્યુમેન્ટસને લિંક કરી શકો છો. તેના પહેલા તેની ડેડલાઇન 30 સપ્ટેમ્બર 2021એ ખતમ થઇ રહી છે. જો આપ સમયસર આ કામ નહીં કરો તો આપને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે.નાણામંત્રાલયના જણાવ્યાં અનુસાર જો સમયસીમાની અંદર આધાર કાર્ડને પાનકાર્ડની સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે.
સેબી મુજબ જો પાનકાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે તો આપનું ટ્રાન્જિકશન પણ રોકાઇ જશે. જો આપનું પાનકાર્ડ નિષ્ક્રિય થઇ ગયું છે અને આપ તેનો ઉપયોગ બેન્કની લેણદેણ અથવા અન્ય કોઇ જગ્યાએ કરશો તો આપને તેના પણ દંડ લાગશે.
આટલો આપવો પડી શકે છે દંડ
પાનકાર્ડની જરૂરત બેન્કનું ખાતું ખોલાવવા, બેન્કિંગ ટ્રાન્જેકશન, મ્યુચુઅલ ફંડ ટ્રાજેકશન, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં પડે છે. જો આપે 31 માર્ચ 2022 સુધી પણ તેને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું તો 50.,000 કે તેનાથી વધુ બેન્કિંગ ટ્રાન્જિંકશન પર રોકાણકારોએ 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં જો આધારકાર્ડ અને પાનકાર્ડ બંને લિંક નહીં હોય તો બેન્ક દ્રારા ડબલ ડીટીએસ કપાઇ શકે છે.
આ મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો
જો આજદિન સુધી આપે આ બે મહત્વના ડોક્યુમેન્ટસ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યાં તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 139AA હેઠળ આપનું પાનકાર્ડ આધાર સાથે લિંક ન થતાં પાન કાર્ડને ઇનવેલિડ પણ માનવામાં આવશે ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન હોવાથી આપ આઇટી રિર્ટન પણ ફાઇલ નહીં કરી શકો. આપનું ટેક્સ રિફંડ પણ ફસાઇ શકે છે.જો આપ આ પરેશાનીથી બચવા માંગતાં હો તો તરત જ આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરી દો. જે આપના માટે હિતાવહ અને સુવિધાપુર્ણ છે.