(Source: ECI/ABP News/ABP Majha)
Heavy Rain: હવામાન વિભાગનું રેડ એલર્ટ, રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સ્કૂલ બંધ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે કેરળના ચાર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Kerala Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે કેરળના ચાર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDના અનુમાન મુજબ, આજે મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુરમાં ભારે વરસાદની સંભાવના છે, આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવાની જરૂર છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે પથનમથિટ્ટા, કોટ્ટયમ અને વાયનાડ જિલ્લામાં શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે સોમવારે રજા જાહેર કરી છે.
IMD issues 'Red' alert for extremely heavy rain in Malappuram, Kozhikode, Wayanad, Kannur and Kasargod districts of Kerala today pic.twitter.com/rNSTjZndqJ
— ANI (@ANI) December 2, 2024
SDMA એ લોકોને ચેતવણી આપી
કેરળમાં ભારે વરસાદની સંભાવનાને પગલે કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) એ ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા અને અધિકારીઓની સૂચનાઓ અનુસાર સુરક્ષિત સ્થાનો પર જવાની સલાહ આપી છે. જેથી કરીને રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના થતા અટકાવી શકાય.
ચેતવણી ક્યારે જાહેર કરવામાં આવે છે તે જાણો
'ઓરેન્જ એલર્ટ' છ સેમીથી લઈને 20 સેમી સુધીના ભારે વરસાદને સૂચવે છે, જ્યારે 'યલો એલર્ટ' છ સેમીથી 11 સેમીની વચ્ચેનો ભારે વરસાદ સૂચવે છે. અતિ ભારે વરસાદની અપેક્ષા હોય ત્યારે વરસાદ સંબંધિત રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. જે પૂર અથવા અન્ય કુદરતી આફતોનું કારણ બની શકે છે. સામાન્ય રીતે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. જેમાં 24 કલાકમાં 20 સેમી કે તેથી વધુ વરસાદની સંભાવના છે.
દિલ્હી-NCRમાં તાપમાનમાં ઘટાડો થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 7 વાગ્યે દિલ્હી-એનસીઆરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને સૂર્યપ્રકાશ જોવા મળશે. દિલ્હી-એનસીઆરમાં મંગળવાર, બુધવાર અને ગુરુવારે પણ હવામાનની સમાન સ્થિતિ રહેવાની શક્યતા છે. જોકે, આગામી ત્રણ દિવસ દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે ઠંડી થોડી વધુ વધશે.
પુડુચેરીમાં ચક્રવાત 'ફેંગલ'ના કારણે ભારે વરસાદથી રવિવારે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ફેંગલ 30 નવેમ્બરના રોજ અહીંના દરિયાકાંઠેથી પસાર થયું હતું. ચક્રવાત ફેંગલને કારણે ભારે વરસાદ થયો હતો.
ક્યાંક વરસાદનું એલર્ટ તો પહાડોમાં બરફવર્ષા, આ રાજ્યોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી?