શોધખોળ કરો
દેશમાં કઈ જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગના કહ્યા પ્રમાણે મુંબઈમાં વરસાદનો સિલસિલો હજી થોભવાનું નામ લઈ રહ્યું નથી. કોંકણ, ગોવા અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં રવિવારના રોજ પણ ધોધમાર વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દેશના કેટલાંક ભાગમાં ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસાદ પડવાની આશંકાના લીધે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. વરસાદના લીધે સૌથી વધુ બિહાર, મહારાષ્ટ્ર અને આસામની સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગના કહ્યા પ્રમાણે મુંબઈમાં વરસાદનો સિલસિલો હજી થોભવાનું નામ લઈ રહ્યું નથી. કોંકણ, ગોવા અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં રવિવારના રોજ પણ ધોધમાર વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આઈએમડીના મતે પશ્ચિમી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. દરિયા કિનારાના વિસ્તારોમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી ખાસ કરીને યનમ ઈલાકા, તેલંગાણા, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, ઓરિસ્સા અને ઝારખંડ અને ગંગેટિક પશ્ચિમી બંગાળમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. ઝારખંડમાં વરસાદની સાથો સાથ વાદળના કડાકા ભડાકાની સાથે આકાશીય વીજળી પડવાની આશંકા જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ અરબ સાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. તેના લીધે પશ્ચિમી કેન્દ્ર, બંગાળની ખાડી અને ઉત્તર કેન્દ્રને પણ અસર થઇ શકે છે. આ વિસ્તારોમાં તેજ પવનની સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે એલર્ટ રજૂ કરતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વરસાદ સતત 29, 30 અને 31 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. 29મી જુલાઇના રોજ ગોવા, કોંકણ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન, ઓરિસ્સા, અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય શકે છે. 30 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, ગોવા અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની શકયતા છે. જ્યારે 31મી જુલાઇના રોજ છત્તીસગઢમાં ભારે વરસાદ પડશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓરિસ્સા અને કર્ણાટકના દરિયાઇ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.
વધુ વાંચો





















