શોધખોળ કરો
Advertisement
આગામી બે દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ તુટી પડશે? IMDએ જાહેર કરી મોટી ચેતવણી? જાણો વિગત
હવામાન વિભાગે રવિવાર અને સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જોકે મંગળવાર બાદ વરસાદનું પ્રમાણ તબક્કાવાર ઘટશે અને 15 તારીખથી ફરી મુંબઈમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
મુંબઈ: હવામાન વિભાગે આગામી 36 કલાકમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારો ખાસ કરીને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈના થાણેના આંતરિયાળ વિસ્તારો અને ઘાટો ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે રવિવાર અને સોમવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જોકે મંગળવાર બાદ વરસાદનું પ્રમાણ તબક્કાવાર ઘટશે અને 15 તારીખથી ફરી મુંબઈમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
હાલ મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. હાલ મુંબઈમાં પ્રશાસને રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના અપાઈ છે. હાલ વરસાદે ફરી મુંબઈને ધમરોળ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારે વરસાદના કારણે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. સાયન, વડાલા રોડ રેલવે સ્ટેશન, થાણે સહિત અને વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
જોકે હાલ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેનાથી લોકોને ખુબ હાલાકી પડી રહી છે. હવામાન ખાતા તરફથી મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement