(Source: ECI/ABP News/ABP Majha)
Monsoon Update: 'ચોમાસું જલ્દી પાછું જવાનું નથી' - હવામાન વિભાગ, સપ્ટેમ્બરમાં પણ પડશે વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચોમાસું જલ્દી પાછું ફરવાનું નથી. સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
IMD On Monsoon: ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચોમાસું જલ્દી પાછું ફરવાનું નથી. સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું પાછું ખેંચાવાની ગયા સપ્તાહે કરાયેલી આગાહીને રદ કરી હતી અને આ સપ્ટેમ્બર મહિનમાં પણ લાંબા સમય સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, અમે દક્ષિણપશ્ચિમ ચોમાસું વહેલું પાછું ખેંચી લેવાની અપેક્ષા રાખતા હોવા છતાં, પશ્ચિમ-મધ્ય અને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ચક્રવાતનું પરિભ્રમણ 7 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાના પ્રવાહને દક્ષિણ તરફ ખસેડશે. આ કારણે મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ આવવાની શક્યતાઓ વધશે. જેના કારણે ચોમાસું વહેલું પાછું જાય તે માટેની સ્થિતિ અનુકૂળ નથી. હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખશે. જણાવી દઈએ કે, 25 ઓગસ્ટે હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું પાછું ખેંચવાની આગાહી કરી હતી.
ચોમાસા દરમિયાન 6 ટકા વધુ વરસાદ પડ્યોઃ
આ વર્ષના ચોમાસા દરમિયાન ભારતમાં છ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના મોટા ભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે. જેના કારણે આ ખરીફ સિઝનમાં ચોખાના પાકને અસર થઈ છે. સપ્ટેમ્બરના વરસાદમાં અપેક્ષિત ઉછાળો પશ્ચિમ અને દક્ષિણ ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં થયેલા ઓછા વરસાદની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા
IMD એ કહ્યું કે, સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે તેવા વિસ્તારને બાદ કરતાં ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. બીજી તરફ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ