શોધખોળ કરો
આર્થિક મોરચે ભારતને મોટો ઝાટકો, IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં કર્યો ભારે ઘટાડો, આપ્યું આવું કારણ
આઈએમએફે કહ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક ગ્રોથ 3.3 ટકાના સ્તરે રહેશે. જે 2019માં 2.9 ટકા રહ્યો હતો. 2019માં આ છેલ્લા એક દાયકામાં નીચલા સ્તરે હતો.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (IMF) ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજને 160 બેસિસ પોઈન્ટ એટલે 1.6 ટકા ઘટાડી દીધો છે. આઈએમએફે નાણાંકીય વર્ષ 2019-20 માટે આર્થિક ગ્રોથનો અંદાજ 6.1થી ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. IMFએ કહ્યું છે કે ઘરેલું માંગમાં આશા કરતા વધારે ઘટાડો થયો છે. સાથે નાણાંકીય વર્ષ 2020-21 માટે પણ જીડીપી ગ્રોથનો અંદાજ 120 બેસિસ પોઈન્ટ એટલે કે 1.20 ટકા ઘટાડી 7 ટકાના બદલે 5.8 ટકા કરી કરી દીધો છે.
નાણાંકીય વર્ષ 2020ના જીડીપી અંદાજમાં 90 ટકા કાપ મુકીને 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા કરી દીધો છે. આઈએમએફે કહ્યું છે કે ગૈર બેન્કિંગ વિત્તીય કંપનીઓનું સંકટ અને ક્રેડિટ ગ્રોથમાં ઘટાડાના કારણે ઘરેલું માંગમાં ઘટાડો થયો છે. જોકે આઈએમએફે એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય બેન્ક દ્વારા ઉઠાવેલા પગલાં અને કાચા તેલની કિંમતો સ્થિર રહેવા પર ગ્રોથને સપોર્ટ મળશે.
આઈએમએફે કહ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક ગ્રોથ 3.3 ટકાના સ્તરે રહેશે. જે 2019માં 2.9 ટકા રહ્યો હતો. 2019માં આ છેલ્લા એક દાયકામાં નીચલા સ્તરે હતો. ઓક્ટોબર મહિનાના અંદાજના મુકાબલે આ વખતે બંને વર્ષ માટે વૈશ્વિક ગ્રોથમાં 0.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2021 માટે તે 3.4 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબરના મુકાબલે તેમાં પણ 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આઈએમએફના એશિયા અને પ્રશાંતના હેડ રાનિલ સાલગાડોએ કહ્યું હતું કે, લાખો ભારતીયોને ગરીબીમાંથી બહાર લાવવા માટે હવે ભારત આર્થિક ભીંસનો સામનો કરી રહ્યું છે. આ ભીંસને દૂર કરવા માટે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભારતને ઝડપથી કોઈ નૈતિક ઉપાયો શોધવાની જરૂર છે.
પોતાના વાર્ષિક રિપોર્ટમાં આઈએમએફે કહ્યું કે, ભારત માટેનો ગ્રાફ નીચે રહ્યો છે. સાલગાડોએ કહ્યું હતું કે, આર્થિક ભીંસના કારણે એનબીએફસીમાં વ્યાજની ઘટ છે. જેમાં વધારાના દેવાને લઈ પરિસ્થિતી કપરી બની છે.
ગોપીનાથે વર્ષ 2025 સુધી ભારતના 5000 અબજ ડૉલરની અર્થવ્યસ્થાને લઈ શંકા ઉત્પન્ન કરી હતી. જેના ભાગરૂપે તેમણે પોતાનો મત પણ રજૂ કર્યો હતો. ગોપીનાથે કહ્યું હતું કે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતને વિતેલા છ વર્ષની વિકાસ દરની સરખામણીએ બજાર કિંમત 10.5 ટકાના દરે જીડીપી પ્રાપ્ત કરવો પડશે. બજારમાં સ્થિરતાના કારણે આઠથી નવ ટકા વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે.
આ અગાઉ કેન્દ્ર સરકારે પણ નાણાકીય વર્ષ 2019-20 વિકાસ દરનું અનુમાન દર્શાવ્યું હતું. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાની સંભાવના જણાવી હતી. જે વિતેલા એક દાયકામાં સૌથી ઓછો છે. સરકારી બજેટ બાદ ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય વર્ષનું બીજું અનુમાન પણ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement