શોધખોળ કરો

Independence Day 2024: ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટના દિવસને જ કેમ પસંદ કરવામાં આવ્યો, નહીં જાણતા હોય તમે ?

ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો

આ વખતે સમગ્ર દેશમાં ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો ? આજે અમે તમને 15 ઓગસ્ટ પસંદ કરવા પાછળનું કારણ જણાવીશું, અહીં જાણો 15મી ઓગસ્ટની તારીખને લઇને શું છે મહત્વની હિસ્ટ્રી.

ભારતની આઝાદી  
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સત્તાવાર રીતે આઝાદી મળી હતી. આ વખતે સમગ્ર દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો ?

15 ઓગસ્ટે જ કેમ મનાવાય છે સ્વતંત્રતા દિવસ ? 
બ્રિટિશ શાસન અનુસાર 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી, પરંતુ તે જ સમયે નહેરુ અને ઝીણા વચ્ચે ભારત અને પાકિસ્તાનનું વિભાજન મોટો મુદ્દો બની ગયો હતો. જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની સંભાવનાને જોતા, 15 ઓગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા તરત જ મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.

15 ઓગસ્ટનો જ દિવસ કેમ 
ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. હકીકતમાં 15 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોને આત્મસમર્પણ કર્યું. તે સમયે લૉર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોના કમાન્ડર હતા. માઉન્ટબેટનને જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટને 15 ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેથી જ તેમણે 15મી ઓગસ્ટને ભારતની આઝાદીના દિવસ તરીકે પસંદ કર્યો હતો.

આઝાદીમાં કેમ સામેલ ના થયા મહાત્મા ગાંધી 
મહાત્મા ગાંધીએ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. સ્વતંત્રતા સમયે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર તેમને આશીર્વાદ આપવા માટે પત્રો મોકલ્યા હતા. પરંતુ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેઓ સ્વતંત્રતાની ઉજવણીમાં કેવી રીતે ભાગ ના લઈ શકે. તે સમયે મહાત્મા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે હું 15 ઓગસ્ટે ખુશ નહીં રહી શકું. હું તમને છેતરવા નથી માંગતો, પરંતુ તે જ સમયે હું એમ કહીશ નહીં કે તમારે પણ ઉજવણી ના કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કમનસીબે આજે જે રીતે આપણને આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાવિ સંઘર્ષના બીજ પણ સમાયેલા છે. મારા માટે આઝાદીની ઘોષણા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્વપૂર્ણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget