શોધખોળ કરો
કોરોના રસીકરણમાં ભારતની મોટી ઉપલબ્ધિ, અમેરિકા-બ્રિટનને પછાડ્યા
ભારતમાં અત્યાર સુધી કુલ 45,93,427 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ભારતે કોરોના મહામારી વિરુદ્ધ પોતાની લડાઈમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. માત્ર 19 દિવસમાં લગભગ 4.5 મિલિયન લોકોને કોવિડ વેક્સીન લગાવી ચુક્યું છે. અત્યાર સુધી ભારતમાં કુલ 45,93,427 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ભારત માત્ર 18 દિવસમાં જ 4 મિલિયનથી વધુ લોકોને કોવિડ વેક્સીન લગાવનાર સૌથી ઝડપી દેશ છે. એ પણ ત્યારે જ્યારે અનેક દેશોએ ઘણા સમય પહેલા રસીકરણની શરુઆત કરી દીધી હતી. ભારતે 16 જાન્યુઆરી 2021થી દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાન શરું કર્યું હતું. અમેરિકાએ 4 મિલિયન લોકોને રસી આપવા માટે 20 દિવસનો સમય લીધો હતો જ્યારે યૂકે અને ઈઝરાયેલને 39 દિવસ લાગ્યા હતા.
ભારતમાં કુલ 96,31,637 હેલ્થ કેર વર્કર્સ છે જેમાંથી સરકારી અને ખાનગી સામેલ છે. તેમાંથી 43,91,826 હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી ચુકી છે.
જ્યારે એડવર્સ ઈફેક્ટની કુલ 8563 મામલા સામે આવ્યા છે. જે કુલ વેક્સીનેશનનો 018% છે. તેમાંથી માત્ર 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. વેક્સીનેશનથી અત્યાર સુધી એક પણ મોત થયાની પુષ્ટી થઈ નથી. અત્યાર સુધી 19 એવા લોકોના મોત થયા છે જેને વેક્સીન આપવામાં આવી હતી. જો કે, તેના મોતનું વેક્સીન લીધા બાદ થયું હોવાની પુષ્ટી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થઈ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
દેશ
દેશ
Advertisement