(Source: ECI/ABP News/ABP Majha)
Drill: મિલિટ્રી ડ્રિલ કે ચીનને ચેતાવણી ? તણાવની વચ્ચે LACની પાસે 14 હજાર ફૂટ ઉપર ભારત-અમેરિકન સેનાનો યુદ્ધાભ્યાસ
ભારત અને અમેરિકાની સેનાઓની વચ્ચે વાર્ષિક મિલિટ્રી એક્સરસાઇઝ થાય છે, જેને 'યુદ્ધાભ્યાસ'ના નામથી ઓળખવામાં આવે છે.
India America Military Drill: ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી તણાવી ચાલી રહ્યો છે, સીમા પર અનેકવાર બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ચૂકી છે, અને હિંસક અથડામણો પણ થઇ ચૂકી છે. એલએસી પર ચીની સેના હંમેશાથી એગ્રેસિવ વલણ અપનાવી રહી છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે આવામાં એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ચીનને ફરી એકવાર મરચુ લાગ્યુ છે.
ખબર છે કે ભારત અને અમેરિકાની સેનાઓ આ જ મહિને એલએસીની નજીક ઉત્તરાખંડના ઔલીમાં હાઇ-આલ્ટિટ્યૂડ મિલિટ્રી એક્સરસાઇઝ કરવા જઇ રહી છે. ભારત અને અમેરિકાની સેનાઓની વચ્ચે યુદ્ધાભ્યાસનો આ 15મો મોકો છે.
ભારત અને અમેરિકાની સેનાઓની વચ્ચે વાર્ષિક મિલિટ્રી એક્સરસાઇઝ થાય છે, જેને 'યુદ્ધાભ્યાસ'ના નામથી ઓળખવામાં આવે છે. એક વર્ષ આ એક્સરસાઇઝ ભારતમાં થાય છે તો એક વર્ષ અમેરિકામાં થાય છે. ગયા વર્ષે યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવ્યુ હતુ. એટલા માટે આ વર્ષે આ એક્સરસાઇઝ ભારતમાં થવાની છે. આ મિલિટ્રી એક્સરસાઇઝ 15 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે થઇ શકે છે.
હવે અમેરિકા અને ભારતની દોસ્તી પહેલા જ ચીન તમતમાયુ છે, આવામાં આ મિલિટ્રી એક્સરસાઇઝ તેમના માટે એક મોટો મેસેજ છે. ઉત્તરાખંડના ઔલી નજીક 10 હજાર ફૂટની ઉંચાઇ પર છે, અને આ લાઇન ઓફ કન્ટ્રૉલ એટલે કે એલએસી નજીક 100 કિલોમીટરની દુર છે. ઉત્તરાખંડથી નજીક એલએસી ભારતીય સેનાના સેન્ટ્રલ સેક્ટરનો ભાગ છે. અહીં પર એલએસીની બાડોહતી વિસ્તાર ભારત અને ચીનની વચ્ચે લાંબો વિવાદિત રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન જ્યારે પૂર્વીય લદ્દાખમાં બન્ને દેશોની સેનાઓની વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો, આ જ કારણ છે કે ઓક્ટોબર મહિનામાં ભાર અને અમેરકાની વચ્ચે થનારી મિલિટ્રી એક્સરસાઇઝ એકદમ ખાસ રહેવાની છે.
Military Exercises: ચીનને ભારતનો મેસેજ! ભારતીય સેનાએ આ દેશો સાથે લશ્કરી કવાયતમાં કર્યો વધારો
Defence News: ચીન-અમેરિકાના તણાવ વચ્ચે ભારતીય સેનાએ સહયોગી દળો સાથે કવાયત તેજ કરી છે, વિયેતનામ બાદ હવે યુએસ સ્પેશિયલ ફોર્સની સૈન્ય કવાયત શરૂ થઈ ગઈ છે. LAC પર ચાલી રહેલા તણાવ અને ચીન અને અમેરિકા વચ્ચે તાઈવાનને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતીય સેનાએ પણ સહયોગી દળો સાથે કવાયત તેજ કરી છે. ભારતીય સેના હાલમાં યુએસ સ્પેશિયલ ફોર્સ સાથે હિમાચલ પ્રદેશમાં વજ્ર-પ્રહાર નામની સૈન્ય કવાયત કરી રહી છે.
જ્યારે વિયેતનામી સેના સાથે ત્રણ અઠવાડિયા સુધી ચાલેલી કવાયત ગુરુવારે જ સમાપ્ત થઈ ગઈ. તે જ સમયે, ભારતીય વાયુસેનાના સુખોઇ ફાઇટર જેટ શુક્રવારથી શરૂ થનારી બહુરાષ્ટ્રીય કવાયત પિચ-બ્લેકમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. અમેરિકાની સાથે-સાથે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયાના ચીન સાથે હંમેશા સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે.
WinBAX-2022: વિયેતનામએ WinBAX-2022 નામની કવાયતમાં ભારતીય સેના સાથે ભાગ લઈને પ્રથમ વખત વિદેશી સેના સાથે ફિલ્ડ ટ્રેનિંગ કરી છે. ચંડી મંદિર (ચંદીગઢ) ખાતે ત્રણ અઠવાડિયા સુધી ભારત અને વિયેતનામની સેનાઓએ યુએન ચાર્ટર હેઠળ આર્મી એન્જિનિયરિંગ અને મેડિકલ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી કવાયત હાથ ધરી હતી. ભારતીય સેનાએ કવાયતના સમાપન પર એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે વિયેતનામએ ભારત સાથે સંયુક્ત કવાયત કરીને મોટું સન્માન આપ્યું છે.
વિયેતનામ આર્મી આ વર્ષથી યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ ફોર્સનો હિસ્સો બની ગઈ છે અને પ્રથમ વખત દક્ષિણ સુદાનમાં તેની સૈન્ય ટુકડી મોકલી છે. જ્યારે ભારતીય સેના પાસે યુએન પીસકીપીંગ મિશનમાં તૈનાતીનો લાંબો અનુભવ છે. ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ નવ કુમાર ખંડુરી, વિયેતનામના રાજદૂત ફામ સાન્હ ચાઉ સાથે ગુરુવારે ચંડી મંદિરમાં કવાયતના સમાપન સમયે હાજર હતા.
વજ્ર-પ્રહાર: યુએસ આર્મીના ફર્સ્ટ સ્પેશિયલ ફોર્સિસ ગ્રૂપ (SFG) અને સ્પેશિયલ ટેક્ટિક્સ સ્ક્વોડ્રન (STS) ના કમાન્ડો હાલમાં હિમાચલ પ્રદેશના બાકલોહમાં ભારતીય સેનાના પેરા-એસએફ કમાન્ડો સાથે વજ્ર-પ્રહારનો અભ્યાસ કરી રહ્યા છે.